21મી સદીની હરણફાળ હરીફાઈ અને ડિજિટલ યુગમાં માનવતા મરી પરિવારી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળે છે સિક્કાની બીજીબાજુ અનેક લોકો નિશ્વાર્થ ભાવે માનવ ધર્મ નિભાવી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના અરવલ્લી જીલ્લામાં બહાર આવતા ભારે ચકચાર મચી છે અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના અણીયોર કંપા નજીક મુખીના મુવાડામાં એક પરિવારના ઘર પાછળ ખેતરમાં નવજાત શિશુને ત્યજી દેતા ખેડૂત પરિવાર ખેતરમાં નવજાત બાળકના રડતો અવાજ સાંભળી ચોંકી ઉઠ્યું હતું રડતા બાળકને ઘરમાં સુરક્ષિત કરી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે માલપુર સીએચસીમાં ખસેડી વધુ સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડી દીધું હતું ખેડૂત પરિવારની હૂંફ વચ્ચે નવજાત શિશુની હાલત સ્થિર છે
માલપુર તાલુકાના અણીયોર કંપા નજીક મુખીના મુવાડા ગામમાં ડેપ્યુટી સરપંચ રણજીતભાઇ તરાલની ઘર પાછળ ખેતરમાં ફૂલ જેવા નવજાત બાળકને રૂમાલમાં વીંટીને કોઈએ અગમ્ય કારણોસર તરછોડી દેતા બાળકના રડવાનો અવાજ પરિવારના કાને સંભળાતા ખેતરમાં ત્યજી
દીધેલ બાળકને પરિવારની મહિલા ઘરમાં લઇ આવી હતી અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સન મારફતે માલપુર સીએચસીમાં ખસેડી પ્રાથમિક સારવાર આપી બાળકને વધુ સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ માં ખસેડી દીધું હતું ખેડૂત પરિવાર સતત ત્યજી દેવાયેલ બાળકને પરિવારની હૂંફ પુરી પાડી હતી ભલે કોઈ પાપી યુગલે કે પરિવારે બાળકને ત્યજી દેતા જીવ નહિ ખચકાયો હોય પરંતુ ખેડૂત પરિવાર ત્યજી દેવાયેલ બાળક માટે હાલ પૂરતા પરિવારની હૂંફ પુરી પાડી રહ્યો છે આ અંગે માલપુર પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી હતી તરછોડાયેલ બાળકની હાલત સ્વસ્થ છે પોલીસે બાળકને કોણ તરછોડી ગયું તે દિશામાં તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી હાથધરી હતી