અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મોડાસા શહેરના જવેલર્સ સાથે મિટિંગ યોજી છેતરપિંડી કરતી ગેંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય અને જવેલર્સ શો-રૂમની સલામતી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સોની વેપારીઓએ પોલીસે કરેલ પહેલની સરાહના કરી હતી
મોડાસા શહેરમાં થોડા દિવસ અગાઉ મુખ્ય બજારમાં આવેલ જવેલર્સ શો-રૂમમાં બંટી-બબલી ગેંગ કરામત કરી બે વીંટી સરકાવી લેતા પોલીસે દબોચી લીધી હતી જો કે જવેલર્સ શો-રૂમમાં છેતરપિંડી કરી વેપારીઓ કે કર્મચારીઓની નજર ચૂકવી સોના-ચાંદીના દાગીનાની તફડંચી કરતી અનેક ગેંગ રાજ્યમાં સક્રિય હોવાથી મોડાસા શહેરમાં અન્ય કોઈ જવેલર્સ ગેંગનો ભોગ ન બને તે માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં શહેરના સોની વેપારી એસોસિએશન અને શહેરમાં જવેલર્સ શો-રૂમ માલિકો સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સોની વેપારીઓમાં જાગૃતિ આવે તે માટે જરૂરી સૂચન કર્યા હતા અને સોની વેપારીઓએ કરેલ રજુઆત અંગે વિસ્તૃત ચર્ચા કરી રજુઆતને ધ્યાને લીધી હતી