ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા અને અરવલ્લી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનોનો ઝડપથી ભેદ ઉકેલી રહી છે. અરવલ્લી એસઓજી પોલીસે સગીરાનું અપહરણ કરનાર સીમલજ ગામ ના આરોપીને ડેમાઈ ગામની બજારમાંથી અપહત્ય સગીરા સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી જીલ્લા એસઓજી પીએસઆઇ સી.એફ રાઠોડ અને તેમની ટીમે બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી ફરાર સીમલજ ગામનો કિશન જશું ખાંટ ડેમાઈ ગામની બજારમાં ભોગ બનનાર સગીરા સાથે ફરતો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે બજારમાં વોચ ગોઠવી કિશન જશું ખાંટને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લીધો હતો કિશન જશું ખાંટ સગીરાનું અપહરણ કરી બાયડના હેમાત્રાલ ગામમાં રહેતો હતો અપહરણ કરનાર કિશન ખાંટ અને ભોગ બનનાર સગીરાને એસઓજી પોલીસ બાયડ પોલીસને સુપ્રત કરતા બાયડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી