અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી
Advertisement
મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રશસ્તિ પરીકની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી.બેઠકમાં બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તરફથી મળેલા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ. અધિકારીઓ દ્વારા પ્રશ્નોના યોગ્ય નિકાલ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. બેઠકમાં વન વિસ્તરણ, વૃક્ષારોપણ, ગૌચર જમીન, નલ સે જલ યોજના, જિલ્લામાં ગુનાખોરી, જિલ્લામાં ચાલતા ઈંટવાડા, ગ્રામ પંચાયત વિસ્તરણ, દારૂ નાશ, આંગણવાડીના કામો, નરેગા યોજના, રોડ રિસર્ફેસિંગની કામગીરી, કુપોષિત બાળકો માટેની યોજના, પશુ સારવાર જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી
બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા હતા
આ બેઠકમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.