વિજયનગર તાલુકાના ચિઠોડા ખાતે આજરોજ લોકફાળાથી નવનિર્મિત ચિઠોડા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું.ચિઠોડા પંથકના વેપારી,સરપંચો,આગેવાનો અને નાગરિકોના સ્વૈચ્છિક ફાળામાંથી ચિઠોડાનું આ પોલીસ સ્ટેશનનું નિર્માણ થયું છે.આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા ઈડરના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ, પો.સ.ઇ મહેન્દ્રભાઈ પરાડીયા ઉપરાંત ચિઠોડા આસપાસના સરપંચો, આગેવાનો અને નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
લલિત ડામોર, સાબરકાંઠા
Advertisement
Advertisement