28 C
Ahmedabad
Friday, September 22, 2023

અરવલ્લી : LCBએ શામળાજી નજીક લકઝરી બસમાં મુસાફરના દાગીના ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગને અમદાવાદથી કાર સાથે દબોચી લીધી


શામળાજી આશ્રમ બ્રિજ નજીક હોટલ પર ઉભેલી લકઝરી બસમાંથી મુસાફરના થેલામાંથી 1.60 લાખથી વધુના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થતા મુસાફર ચોંકી ઉઠ્યો હતો અને આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસ સહીત જીલ્લા એલસીબી પોલીસ તપાસમાં જોતરાઈ હતી એલસીબી પોલીસે બાતમીના આધારે અમદાવાદ રહેતી આંતરરાજ્ય ગેંગના દંપતી સાથે અન્ય એક આરોપીને સ્વીફ્ટ કારમાં વાસણા વિસ્તારમાંથી ગણતરીના દિવસમાં ઝડપી પાડી 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચોરીમાં સંડોવાયેલ અન્ય એક આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શામળાજી આશ્રમ બ્રિજ નજીક હોટલ આગળ ઉભેલી લકઝરી બસમાં મુસાફરના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર ગેંગને ઝડપી પાડવા સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ચેક કરવાની સાથે બાતમીદારો સક્રિય કરતા લકઝરી બસમાં ચોરી કરનાર ગેંગ સ્વીફ્ટ કારમાં ચોરી કરી ફરાર થઇ ગઈ હોવાની બાતમી મળતા અને હાલ આ ગેંગ કારમાં વાસણા વિસ્તારમાં હોવાની બાતમી મળતા તાબડતોડ અમદાવાદના વાસણા વિસ્તારમાં પહોંચી લકઝરી બસમાં ચોરી કરનાર રાજસ્થાન બાડમેરના
અશોક નરેન્દ્ર સેન અને તેની પત્ની સિમરન અશોક સેન તેમજ મહારાષ્ટ્રના
કૃષ્ણા અંબાદા સાકુંટેને ઝડપી પાડી આગવીઢબે પૂછપરછ કરતા ત્રણે આરોપીઓએ ચોરીના ગુન્હાની કબૂલાત કરી ચોરીમાં અન્ય એક આરોપી સામેલ વીરાત્રા કોલોની બાડમેરના અજય રામલાલ સોનીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!