આરોગ્ય શાખા,જીલ્લા પંચાયત,અરવલ્લી ધ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જીલ્લાનાં તમામ પ્રા.આ.કેન્દ્રો/ હેલ્થ અને વેલનેશ સેન્ટરો અને ગ્રામીણ વિસ્તારોમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી
તા-૩૧/૦૫/૨૦૨૩ ને બુધવારના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એ.સિદ્દિકી તથા જીલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ ધ્વારા જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લાના તમામ પ્રા.આ.કેન્દ્રો/ હેલ્થ અને વેલનેશ સેન્ટરો તથા ગ્રામીણ વિસ્તારોમાં સાઈક્લોન રેલી અને જાહેર સ્થળો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની થીમ સાથે “અમને ખોરાક ની જરૂર છે તમાકુની નહી” આ રીતે “વિશ્વ તમાકુ નિષેધ દિનની” ઉજવણી કરવામાં આવી.
મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટોબેકોથી થતાં નુકસાન અંગે જરૂરી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. ડો. બ્રિજેશ ડામોર મેડિકલ ઓફિસર દ્વારા સાયક્લોથોનને લીલી ઝંડી અપાઇ હતા આ પ્રસંગે તાલુકા સુપરવાઇઝર અલ્પેશ રાવલ તથા અર્બન હેલ્થ સેન્ટર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા “WE NEED FOOD NOT TOBACCO એ થીમ આપવામાં આવી છે. ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં લોકો તમાકુનું સેવન બહોળા પ્રમાણમાં કરે છે, જેથી ખાધ્ય ઉત્પાદનની જમીનમાં પણ તમાકુનું ઉત્પાદન થઇ રહ્યું છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા તમાકુ નિષેધ કાયદા(COTPA-2023) બનાવી અલગ અલગ કલમોની જોગવાઈ કરવામાં આવી છે જેના થકી જુદી જુદી રીતે દેશનીય કામગીરી કરવામાં આવે છે
અરવલ્લી જીલ્લાને “તમાકુ મુક્ત” જાહેર કરવાનું થાય છે આ માટે લોકો વધુને વધુ જાગૃત થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે.
લોકો વધુને વધુ વ્યસન મુક્ત થાય તે માટે ટવીટર, ફેસબુક. ઈન્સટ્રાગ્રામ જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી તમાકુ વિરોધી સંદેશાઓ પ્રસારીત કરવામાં આવેલ તમાકુનું વ્યસન આરોગ્ય સામાજિક, આર્થિક, પર્યાવરણ, કૌટુંબિક,ધાર્મિક, શારીરિક તે ખૂબ નુક્સાનકારક છે. તેથી તેને નાબૂદ કરવું આજના સમયની જરૂરિયાત છે તમામ લોકો દ્વારા જીવનભર તમાકુનું સેવન ન કરવા તેમજ તમાકુનું સેવન કરતા લોકોને આ દુષણમાંથી બહાર કાઢવા સતત કટિબદ્ધ રહેવા અરવલ્લી જીલ્લા પંચાયત મોડાસા ખાતે સંકલન મિટિંગમાં કલેક્ટર જીલ્લા વિકાસ અધિકારી તથા તમામ શાખા અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે શપથ ગ્રહણ કરાવવામાં આવેલ.