મેઘરજ તાલુકાના ગામોની અંદર મનરેગા અંતર્ગત મેટલ કામ પૂર્ણ થતા પહેલા શું બીલો પાસ થઇ જશે..? મેટલ કામોમાં રોલરવર્ક તેમજ પાણીનો છંટકાવ બાકી
સમગ્ર અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને મનરેગાના કામોમાં મસ મોટો ભ્રષ્ટાચાર થયાની રાય ઉભી થાય તો નવાઈ નહિ જેમાં વાત કરવામાં આવે તો સરકાર દ્વારા હાલ મેટલ કામની મનરેગા યોજના હેઠળ માટીકામો તેમજ મેટલ કામો થઇ રહ્યાં છે જેમાં મેઘરજ તાલુકાની અંદર વિકાસના કામોમાં મસ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો નવાઈ નહિ પછી શૌચાલય થી લઈને આવાસો હોય કે પછી એટીવીટી ના કામો કે પછી પંચાયતો ના કામો જેમાં વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકા ની અંદર ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલા કાચા રસ્તાઓ પર મેટલ કામ કરવામાં આવી રહ્યું છે અને કેટલાક વિસ્તારમાં કામ પણ થઇ ગયું છે અને મેટલ પર માટી પણ પથરાઈ ગઈ છે પરંતુ હાલ જે જે તે જગ્યાએ કામો થયાં છે તેમાં માટી પર પાણીનો છંટકાવ કરી રોલર વર્ક કરવાનું હોય છે તે કેટલીક જગ્યાએ હજુ સુધી થયું નથી.
ચોમાસાનો સમય નજીક આવી રહ્યો છે જાણે કે મનરેગા વિભાગ ચોમાસાની રાહ જોઈને બેઠુ હોય એને પાણીનો છંટકાવ આપમેળે થઈ જાય અને જે મેટલ કામ પર પાથલેરી માટી આપમેળે ચોંટી જાય જેના કારણે મેટલ કામમાં રોલ વર્ક તેમજ પાણીનો છંટકાવ કરવાનુ કામ બચી જાય તેની તો રાહ નથી જોવાઈ રહી ને તે પણ એક પ્રશ્ન ઉદભવે છે ત્યારે આ બાબતે કોન્ટ્રાકટરો અને મનરેગા વિભાગ દ્વારા આવા કામોમો માં લાખો થી લઈને કરોડો સુધીના કામોમાં જો ભ્રષ્ટાચાર થાય તો પણ નવાઈ નહિ ત્યારે આ બાબતે શું મેટલ કામના બીલો પાસ તો નહિ થાય ને એ પણ સવાલ ઉભો રહે છે જેમાં હાલ મેઘરજ તાલુકા વિકાસ અધિકારી આ બાબતે જેતે વિસ્તારમાં થયેલા મેટલ કામોની યોગ્ય તપાસ કરે અને જેતે વિસ્તારમાં બાકી કામો તેમજ કામોમાં જે તે બાકી કામ છે એ પૂર્ણ કરાવે તેવી સ્થાનિકોની માંગ સેવાઈ રહી છે