અરવલ્લી વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૦૫/૦૫/૨૦૨૩ થી ૦૫/૦૬/૨૦૨૩ સુધી મીશન લાઈફ અંતર્ગત ક્ષેત્રિય તેમજ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા. મોડાસા, માલપુર, ભિલોડા, મેઘરજ, ધનસુરા અને બાયડ તાલુકામાં મિશન લાઈફ અંતર્ગત કિશાન શિબિર, સાઈકલ રેલી, શપથવિધિ, સહભાગી વન વ્યવસ્થા ગામોમાં લોકો દ્વારા પ્લાસ્ટીક ભેગા કરવામાં આવ્યા. ઊર્જાની બચત કરવી, પાણીનો બચાવ કરવો, ખરીદી માટે પ્લાસ્ટીકની થેલીના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવો, સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ અપનાવવી, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી, પ્રદૂષણની અસર ઘટાડવા માટે વૃક્ષો વાવવા તેમજ પ્લાસ્ટીકથી થતાં પ્રદૂષણ વિષે સમજ આપવામાં આવી.
તેમજ પર્યાવરણની જાળવણી વિશે જુદા જુદા કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતતા આવે તે માટે જુદા જુદા કાર્યક્રમો કરી પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ. તેમજ વન વિસ્તારમાં નવા વન તળાવ, ચેકડેમ બનાવવા, વન વિસ્તારના બહારની ખુલ્લી જગ્યાએ વન કવચનું આયોજન તેમજ રોપા વાવેતર કરવામાં આવ્યા.
આગામી 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસે ડૉ. કુબેરભાઈ ડિંડોર, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના અધ્યક્ષ સ્થાને શામળાજી મંદિરના પરિસરમાં પર્યાવરણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ તેમજ શ્યામલ વન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.