33 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી : જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન,181 અભયમ હેલ્પલાઇન ,PBSC મહિલા સહાયતા કેન્દ્રની મુલાકાતે


અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક એક્શન મોડમાં જોવા મળ્યા. જિલ્લામાં ચાલતી પોલીસ વ્યવસ્થાની ચકાસણી કરી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે સતત કાર્યરત કલેકટર પ્રશસ્તિ પારીક મોડાસા રૂરલ પોલીસ મથકની આકસ્મિક મુલાકાત કરતા પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી હતી પોલીસ સ્ટેશન સહીત રેકર્ડનું
નિરીક્ષણ કર્યું હતું. પોલીસ સ્ટાફ સાથે વાર્તાલાપ કરી કામગીરીનો તાગ મેળવ્યો હતો આ ઉપરાંત 181 અભયમ હેલ્પલાઇન અને PBSC મહિલા સહાયતા કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં તેમને જિલ્લાના વિવિધ કેસ, તેમને આપતા કાઉન્સેલિંગની પણ વિગતવાર માહિતી મેળવી હતી.

Advertisement

તેમને સહાયતા કેન્દ્ર પર આવેલ અરજદાર મહિલા સાથે વાતચીત પણ કરી હતી. મહિલાને માનસિક રીતે મજબૂત રહી પરિસ્થિતિનો સામનો કરવા પણ સમજાવ્યા હતા. આ સાથેજ તેમને જરૂરી કાયદાકીય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.આગામી સમયમાં શાળા – કોલેજમાં વિદ્યાર્થીઓ માટે કાયદાકીય સેમિનારનું આયોજન કરવા પણ તેમને સૂચન કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!