34 C
Ahmedabad
Sunday, March 16, 2025

Archery Queen Of Aravalli : ભાર્ગવી ભગોરા સિંગાપોર ખાતે યોજાનાર એશિયા કપ ની જુનિયર સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરશે



(જય અમીન, અંકિત ચૌહાણ-મેરા ગુજરાત)

સિંગાપોર ખાતે યોજાનાર એશિયા કપમાં આર્ચરી સ્પર્ધમાં જુનિયન ઇન્ડિયન ટીમમાં માલપુર તાલુકાની એમ ડી પટેલ આર્ટસ કોલેજ તખતપુરમાં અભ્યાસ કરતી ભાર્ગવી વર્ગીસ કુમાર ભગોરાની પસંદગી થતા અરવલ્લી જીલ્લા સહીત ગુજરાતનું સમગ્ર દેશમાં નામ રોશન કર્યું છે ભાર્ગવી ભગોરાની પસંદગી થતા ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે

Advertisement

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલી એમ ડી પટેલ આર્ટસ કોલેજ તખતપુર કોલેજની વિદ્યાર્થીની ભાર્ગવી વર્ગીશકુમાર ભગોરાએ ખેલો ઇન્ડિયા માં આર્ચરીની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે. તખતપુર આર્ટસ કોલેજ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું ગૌરવ વધાયું હતું વધુમાં સિંગાપોર ખાતે રમાનાર એશિયા કપ ની જુનિયર ઇન્ડિયા ટીમ માં પસંદગી પામી છે.

Advertisement

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન માલપુર તાલુકામાં આવેલી એમ ડી પટેલ આટર્સ કોલેજના સહિત ના સિલ્વર ગોલ્ડ અને બ્રાન્ચ મેડલ મેળવનાર 11 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના ખેલાડીઓ ભારત સરકાર આયોજિત ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે 25 મેં થી 3 જૂન સુધી યોજાઇ રહેલ ખેલો ઇન્ડિયામાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના 11 ખેલાડીઓ જુડો, ટેનિસ, ફેન્સિંગ અને આર્ચરી એમ ચાર સ્પર્ધાઓમાં સિલ્વર ગોલ્ડ અને બ્રાન્ચ મેડલ મેળવનાર 11 ખેલાડીઓ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા છે. જેમાં ખેલો ઇન્ડિયા માં શુક્રવારે યોજાયેલી આર્ચરી સ્પર્ધામાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ગોલ્ડ મેડલ ખેલાડી ભાર્ગવી ભગોરા સિલ્વર મેડલ મેળવ્યો હતો.અને માલપુર તાલુકામાં આવેલી એમ ડી પટેલ આર્ટસ કોલેજ તખતપુર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.

Advertisement

આગામી 3 થી 11 સિંગાપોર ખાતે રમાનાર એશિયા કપ ની જુનિયન ઇન્ડિયન ટીમ માં ભાર્ગવી વગીશ કુમાર ભગોરા ની પસંદગી થઈ છે જેમાં ઇન્ડિયા ના ટીમ 22 જેટલા ખેલાડીઓ,કોચ સાથે આજે દિલ્લી થી સિંગાપુર ખાતે રમવા જશે તેવું યુનિવર્સિટીના શારીરિક નિયામક ચિરાગ પટેલ જણાવ્યું હતું

Advertisement

એમ ડી પટેલ આર્ટસ કોલેજ ના સંચાલક મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાર્ગવી ભગોરા એ એમ ડી પટેલ આર્ટસ કોલેજ ની સાથે સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અરવલ્લી જિલ્લા આદિવાસી સમાજ નું પણ ગૌરવ વધાર્યું છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!