29 C
Ahmedabad
Thursday, April 25, 2024

વિજયનગર તાલુકા દઢવાવ ગામે ૭ ફૂટ લાંબો અજગર નીકળતાં રેસ્ક્યુ કરી વણજ જંગલમાં છોડી મુકાયો


ગરમી અને ઉકળાટ,બાફને કારણે અજગર,સર્પ જેવા જીવો ખુલ્લામાં આવી રહયા છે

Advertisement

આજરોજ વિજયનગર તાલુકાના દઢવાવ ગામ નજીક એક ખેતરમાં ૭ ફૂટ લાંબો અજગર નીકળતાં વન વિભાગના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરી વણજ જંગલમાં સુરક્ષિત રીતે છોડી મુકવામાં આવ્યો હતો. આજકાલ ગરમી અને ઉકળાટ,બાફને કારણે અજગર ઉપરાંત સર્પ જેવા દરમાં રહેતા જીવો અકળાઈને ખુલ્લામાં ફરી રહયા છે.ત્યારે આજે આ અજગરે ગામ વસતીમાં દેખા દેતા જોતજોતામાં લોકોના ટોળાં કુતૂહલવશ ભેગાં થઈ ગયાં હતાં.

Advertisement

દઢવાવ ગામના લોકો દ્વારા આ અંગેની જાણ વન ખાતાના સંબંધિતઅધિકારીને કરતા વન પાલ.આર.એલ.ડામોર અને વન વન રક્ષક સતીશ બોદર બંને કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સાત ફૂટ લાંબા અજગરને પકડીને તેનું રેસ્ક્યુ કરી એને માનવ વસતીથી દૂર કરી વણજના જંગલમાં સુરક્ષિત છોડી મુકવામા આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
.
લલિત ડામોર, વિજયનગર, સાબરકાંઠા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!