38 C
Ahmedabad
Wednesday, June 12, 2024

EXCLUSIVE : બાયડ PSI અને તેમની ટીમના દિલધડક ઓપરેશનથી 4 જિંદગી બચાવી લીધી, બાયડથી અમદાવાદ સુધીનો સમગ્ર ઘટનાક્રમ વાંચો


(જય અમીન, અંકિત ચૌહાણ-મેરા ગુજરાત)

Advertisement

અરવલ્લી SP સંજય ખરાતના માર્ગદર્શ હેઠળ બાયડ PSI એસ.કે. દેસાઈ અને તેમની ટીમે આત્મહત્યા કરનાર યુવક અને તેના પરિવારને બચાવવા કરેલ દિલધડક ઓપરેશન થ્રિલર ફિલ્મને ટક્કર મારી શકે છે
અમદાવાદ કાલુપુર સ્ટેશન થી ગીતા મંદિર રોડ સુધી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને પોલીસકર્મીઓએ દોટ લગાવી 4 જીંદગી બચાવી
PSI એસ.કે.દેસાઈએ કહ્યું અત્યાર સુધીની નોકરી દરમિયાન આંખમાંથી આસું નથી આવ્યા પણ યુવકને તેની દીકરી જે રીતે પકડી રડતી હતી તે દ્રશ્ય જોઈ આંખ રડી પડી હતી

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં આત્મહત્યાના બનાવોના પગલે વ્યથિત થઇ જીવન આસ્થાના સહયોગથી જીલ્લામાં જનજાગૃતિ સેમિનાર આયોજન કરી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા હોવાની સાથે પોલીસ અધિકારીઓ અને કર્મીઓ દ્વારા પીડિતને હૂંફ આપવા માટે તાકીદ કરી છે બાયડ પંથકના એક યુવક આર્થિક તંગીના પગલે દેવું વધી જતા ઘરે આત્મહત્યા કરવાનું કહી નીકળી જતા યુવકના પિતા તાબડતોડ બાયડ પોલીસને જાણ કરતા ઘટનાની ગંભીરતા સમજી યુવકના ફોન લોકેશનના આધારે યુવક તેની પત્ની અને બે બાળકોને આત્મહત્યા કરતા અમદાવાદ ગીતામંદિર નજીકથી બચાવી લીધા હતા

Advertisement

બાયડ પીએસઆઈ એસ.કે.દેસાઈ પાસે બાયડ પંથકના એક વ્યક્તિ પહોંચી તેમનો પુત્ર આત્મહત્યા કરવા ઘરે થી ગુમ થઇ ગયા પછી ઘરે કોલ કરી દેવું વધી જતા આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનું કહીં રહ્યો હોવાનું જણાવતા પીએસઆઇ દેસાઈ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયા હતા અને ગુમ યુવકના મોબાઈલના લોકેશનના આધારે એક ટીમ અમદાવાદ મણિનગર મોકલી આપી હતી પરંતુ યુવક થોડી થોડી વારે મોબાઈલ સ્વીચ ઓફ કરી દેતો હોવાથી મણિનગર ગયેલ પોલીસ ટીમ સમગ્ર વિસ્તારમાં ભારે શોધખોળ હાથધરી પરત ફરી હતી અને યુવકનો જીવ કઈ રીતે બચાવવો તેની મથામણમાં હતી ત્યારે યુવકે ફરીથી બીજા દિવસે તેની પત્નીને ફોન કરી હવે હું મરી જઈશ તો તારું અને બંને દીકરીઓ નું શું થશે કહી ઈમોશનલ વાતચીત કરી તેની પત્નીને બે દીકરીઓ સાથે અમદાવાદ બસમાં આવવા અને હું કહું તે જગ્યાએ ઉતરી જવા કોલ કરી તુ નહીં આવે તો કાલે તને મારુ મોઢું જોવા નહીં મળે તેમ જણાવતા પરિવાર ફફડી ઉઠ્યો હતો અને તુરંત બાયડ પોલીસ સ્ટેશન પહોંચી પીએસઆઇ દેસાઈને સમગ્ર હકીકત જણાવતા એક સાથે 4 જીંદગી કઈ રીતે બચાવવી તેની ચિંતા કરવા લાગ્યા હતા.

Advertisement

બાયડ પીએસઆઈ કે.એસ.દેસાઈએ સમગ્ર સ્થિતિ અંગે જીલ્લા પોલીસવડા સંજય ખરાતને જાણ કરતા પરિવારની જિંદગી બચાવી લેવા માર્ગદર્શન આપ્યું હતું પીએસઆઇ એસ.કે.દેસાઈએ યુવકના પરિવારજનો અને તેની પત્ની સાથે ચર્ચા કર્યા પછી યુવકની પત્નીને બે દીકરીઓ સાથે યુવકે કહ્યા મુજબ અમદાવાદ જવા એસટી બસમાં બેસાડી દીધી હતી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મહિલા કોન્સટેબલને સાદા કપડામાં બસમાં દૂરની સીટ પર બેસાડી દીધી હતી અને પીએસઆઇ એસ.કે.દેસાઈ તેમની ટીમ ગાડીમાં એસટી બસ પાછળ પાછળ હંકારી હતી પોલીસ ટીમ પાછળ યુવકના પરિવારજનો અન્ય કારમાં સવાર હતા ગુમ થનાર દેવાદાર યુવકે પરિવાર સાથે આત્મહત્યા કરવાનું નક્કી કરનાર યુવક કોઈ અડચણ ન બને તે માટે તેની પત્નીને થોડી થોડી વારે વિડીયો કોલ બસમાં પત્ની સાથે કોઈ સગા-સબંધી તો નથી ને…? તેની જાણકારી મેળવતો હતો યુવકે પહેલા તેની પત્નીને કોલ કરી પહેલા કાલુપુર ઉતરવાનું જણાવતા મહિલા પોલીસ કોન્સટેબલ સહીત પાછળ આવતી બાયડ પોલીસ સતર્ક બની હતી જો કે યુવકે તેની પત્નીને થોડી વાર પછી કોલ કરી ગીતા મંદિર ઉતરવાનું જણાવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી

Advertisement

એસટી બસનો પીછો કરતી બાયડ પોલીસને કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક નડતા ટ્રાફિક સિગ્નલ પડી જતા થોભવાની ફરજ પડી હતી બીજી બાજુ યુવકે પત્નીને બસ કાલુપુર રેલવે સ્ટેશનથી થોડે વળાંક માં આગળ પહોંચી ત્યારે કોલ કરી ત્યાં જ ઉતરી જવાનું જણાવતા યુવકની પત્નીએ મહિલા કોન્સટેબલને જાણ કરતા કોન્સટેબલે પીએસઆઈને કોલ કરી જણાવતા ટ્રાફિકમાં ફસાયેલ પીએસઆઈ એસ કે દેસાઈ ચોંકી ઉઠ્યા હતા અને સહેજ પણ વિલંબ થાય તો યુવક તેની પત્ની અને બે દીકરીઓ લઈ ગયા પછી સહ પરિવાર આત્મહત્યા કરી લે તેવી સંભાવના જણાતા પીએસઆઈ અને તેમની સાથે રહેલ પોલીસકર્મી ટ્રાફિક સિગ્નલની રાહ જોવાના બદલે જીપમાંથી ઉતરી દોટ લગાવી હતી ત્યારે યુવક પાસે તેની પત્ની અને બંને દીકરીઓ પહોંચી ગઈ હતી દીકરી યુવકને પકડી રડતી હતી ત્યારે ગણતરીના સેકન્ડમાં પહોંચી યુવકને પોલીસે પરિવાર સાથે ઝડપી લીધો હતો પાછળ અન્ય કારમાં રહેલ યુવકના પરિવારજનો પણ પહોંચ્યા હતા અને લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા પીએસઆઇ એસ કે દેસાઈએ યુવકને હૂંફ આપી સમજાવી માનસિક ચિકિત્સક પાસે કાઉન્સલીંગ કરાવી એક સાથે ચાર જિંદગી બચાવી લીધી હતી યુવકના પરિવારજનોએ બાયડ પોલીસની કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!