અરવલ્લી જિલ્લામાં રવિવારના દિવસે વહેલી સવારથી જ કમોસમી માવઠું થયું છે. શનિવારે મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાયું તો રવિવારે વહેલી સવારે ધોધમાર વરસાદ થયો હતો. ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સ્થિતિનું નિર્માણ થયું હતું તો કેટલીક જગ્યાએ વીજળી પડવાની પણ ઘટનાઓ સામે આવી છે.
જુઓ નારિયેળી પર વીજળી પડ્યાનો વીડિયો #Live
મેઘરજ તાલુકાના માળકંપામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે, વીજળી પડતાં જ નારિયેળીના ઝાડ પર આગ લાગી હતી. અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે થયેલા વરસાદને લઇને વીજળી પડી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો સામે આવ્યો છે, જે મુજબની વાત કરીએ તો માળકંપામાં મોહનભાઈના ઘર પાછળ આવેલી નારિયેળી પર અચાનક વીજળી પડી હતી, ત્યારબાદ નારિયેળીમાં આગ લાગી હતી, એટલું જ નહીં નારિયેળી ની બાજુમાં આવેલું અન્ય એક ઝાડ પર સામાન્ય આગ લાગી હતી. નારિયળી પર આગ લાગતા અફરા – તફરીનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી.