ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી સેમ્પલ લીધા
ગાયને ડૉક્ટર બોલાવી જરૂરી સારવાર અપાઈ
ગ્રામજનોમાં ગૌવંશ પર હુમલા બાબતે ઉગ્ર રોષ જોવા મળ્યો
પોલીસ તાત્કાલિક આરોપીને ઝડપી પાડે તેવી લોકમાંગ પ્રબળ બનીAdvertisement
અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં ઓઢા ગ્રામ પંચાયતના ઉનાળિયા ગામે ગુરૂવારની રાતે ફરિયાદીના ઘર આગળ બાંધેલી ગાયને પ્રાથમિક શાળા પાછળ લઈ જઈ કોઈ અજાણ્યા રાક્ષસી ઇસમોએ તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરતાં ગાયમાતા આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
ગૌવંશ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં અને અગાઉ થયેલી ફરિયાદ સંબંધે પોલીસે હજુ સુધી આરોપીઓને પકડ્યા નથી તે બાબતે ઉનાળિયાના ગ્રામજનોનો રોષ ફાટી નીકળતાં શુક્રવારના રોજ સાઠંબા પોલીસ મથકે આવી પહોંચી હોબાળો મચાવ્યો હતો.
ગૌવંશ પર ઘાતકી હુમલા બાબતે સાઠંબા પોલીસ મથકે ઘનશ્યામસિહ કાળુસિંહ પરમાર રહે. ઉનાળિયાએ ગૌવંશ પર કોઈ અજાણ્યા ઈસમોએ રાત્રી દરમિયાન ઘાતકી હુમલો કરી ગાયનો ડાબો પગ કાપી નાખી નાસી ગયાની ફરિયાદ નોંધાવતાં સાઠંબા પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ. ૧૧( ઢ) અને ઈ પી કો કલમ ૪૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ અર્થે ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ હાથ ધરી અને એફએસએલની ટીમ દ્વારા સેમ્પલ લઈ પોલીસે સાથે રહી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.