મોડાસા શહેરના ચાર રસ્તા પર હાઈમસ્ટ પોલ પર લગાવેલ રાષ્ટ્રધ્વજ વારંવાર ફાટી જતા સન્માન સાથે ઉતારવાનું ભૂલી જતું તંત્ર
હાઈમસ્ટ પોલ પર લગાવેલ રાષ્ટ્રધ્વજ ફાટી ગયા પછી સમાચાર માધ્યમો કે સોશ્યલ મીડિયામાં ફોટો ફરતા થાય પછી નગરપાલિકા તંત્ર જાગતું હોવાની ચર્ચા
ગગનચુંબી સ્તંભ પર લહેરાતા રાષ્ટ્રધ્વજની સાઈઝ ઘટાડી દીધી….!!
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે સરકાર દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું મોડાસા શહેર સહીત ગુજરાતમાં અનેક શહેરોમાં હાર્દસમા વિસ્તારમાં હાઈમસ્ટ પોલ ઉભા કરી માન સન્માન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યા છે ત્યારે મોડાસા શહેરમાં ચાર રસ્તા પર ગગનચુંબી સ્તંભ પર રાષ્ટ્રધ્વજ લહેરાતો જોઈ પ્રજાજનો ગર્વ અનુભવી રહ્યા છે પરંતુ ભારે પવન અને વરસાદમાં સ્તંભ પર લટકાવેલ રાષ્ટ્રધ્વજ વારંવાર ફાટી જવાની ઘટના બની રહી છે નગરપાલિકા તંત્ર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા પછી જાણે ફરજ પુરી થઇ હોય તેમ તેની યોગ્ય સમયે તકેદારી ન લેતા સ્તંભ પર લહેરાતા ફાટેલા રાષ્ટ્રધ્વજને પગલે લોકોની દેશભક્તિ ની ભાવનાને ઠેસ પહોંચી રહી છે
રાષ્ટ્રધ્વજના ત્રણ રંગમાં બલિદાનનો ઇતિહાસ સમાયેલો છે. આથી તિરંગાની આન બાન શાન જળવાવી જોઇએ પરંતુ મોડાસા નગર પાલિકા તંત્રની બેદરકારીના પગલે શહેરના ચાર રસ્તા પર હાઈમસ્ટ પોલ પર લહેરાતો રાષ્ટ્રધ્વજ ફાટી શહેરીજનોને ઉડી ને આંખે ન વળગે ત્યાં સુધી માન-સન્માન સાથે ઉતારવામાં ઉણી ઉતરી રહી છે મોડાસા ચાર રસ્તા પર લહેરાતો રાષ્ટ્રધ્વજ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ફાટી ગયો હતો રવિવારે સવારે ભારે પવન સાથે વરસાદ ખાબકતા રાષ્ટ્રધ્વજ વધુ ફાટી જતા લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો અને નગરપાલિકા તંત્ર દ્વારા સ્તંભ પરથી ફાટી ગયેલ રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ઉતારી લેવામાં આવે તેવી માંગ પ્રબળ બની હતી