27.4 C
Gujarat
Saturday, August 1, 2026
Home ગુજરાત સ્ટાફ ક્યારે ભાવૂક થાય જ્યારે નિષ્ઠા અને પ્રામાણિકતા હોય, અરવલ્લી જિલ્લા ખેતીવાડી...

સ્ટાફ ક્યારે ભાવૂક થાય જ્યારે નિષ્ઠા અને પ્રામાણિકતા હોય, અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારીની બદલી થતાં પુષ્પવર્ષા

0
3101

અધિકારીઓ સારા હોય તો સ્ટાફ અને પ્રજા પણ તેમને માન અને સન્માન આપતી હોય છે, પણ કેટલીકવાર અધિકારીઓ માત્ર અહમ પર આવી જતાં હોય છે ત્યારે તેઓ નિવૃત્ત થાય અથવા તો બદલી થાય તો તેમને કોઇ પૂછતું પણ નથી. કામ કરવાની સાથે કર્મચારીઓ સાથે આત્મિયતાનો ભાવ હોય તો લોકચાહના વધુ મળતી હોય છે, બસ કંઇ આવું જ થયું અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે આવેલી જિલ્લા ખેતીવાડી કચેરીમાં. અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારી જે.આર.પટેલ ની મહિસાગર જિલ્લામાં બદલી થતાં તેઓને વિદાય આપવામાં આવી હતી. તમામ કર્મચારીઓએ જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલ ઉપર પુષ્પવર્ષા કરતા ખેતીવાડી અધિકારી પણ એકવાર માટે કર્મચારીઓના પ્રેમ અને સન્માનથી નિ:શબ્દ થઇ ગયા હતા.

જિલ્લા ખેતીવાડી અધિકારીની કામગીરીથી તમામ કર્મચારીઓમાં ઉત્સાહ અને ઉમંગ હતો, માતા સમાન અને વરિષ્ઠ મહિલા કર્મચારી જે.આર.પટેલની વિદાય થતાં ભાવૂક થયેલા કેમેરામાં કેદ થયા હતા, આ સાથે જ કેટલાય કર્મચારીઓ ખેતીવાડી વિભાગના અધિકારીની બદલીથી માનભેર વિદાય આપી હતી. અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર આ પ્રકારે કોઇ અધિકારીની બદલીને લઇને વિદાય આપવામાં આવી હતી. જે.આર.પટેલ હંમેશા ખેડૂતોની મુલાકાત કરતા હતા અને ગમે તે સમયે ખડેપગે રહીને ખેતીવાડીની અલગ-અલગ કામગીરીમાં જોતરાયેલા રહેતા હતા, ખેતીવાડી વિભાગના તમામ કર્મચારીઓના સાથે રહીને ટીમ વર્ક કરતા હતા, જેથી એક લાગણી ખેતીવાડી અધિકારી સાથે હતી.

જુઓ જિલ્લા ખેતીવાડી અધિકારીની બદલીના દ્રશ્યો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!