42 C
Ahmedabad
Friday, May 17, 2024

બુટલેગરોને છાવરતી ભિલોડા પોલિસ હવે ફરિયાદી પર હાવિ ! બે હાથ જોડી આજીજી કરતા પીડિતો, થોડી શરમ કરો, રાજા નથી તમે


અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં પોલિસના હવે બુટલેગરો પર આશિર્વાદ છે તો બીજી બાજુ ગરીબ પરિવારોનેએ આજીજી કરવાનો વારો આવ્યો છે. ગરીબ પ્રજા ફરિયાદ કરવા જાય તો અંદર કરી દેવાતા હોવાની બૂમો ઊઠી રહી છે. ભિલોડા પોલિસ હવે પોતાને સર્વસ્વ માની રહી હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

ભિલોડા પોલિસ મથક વિસ્તારના ખેરાડી પંથકમાં રહેતા શ્રવણભાઈ કાનાભાઈ ગાડુલિયા (લુહાર) પરિવાર 18 માર્ચના રોજ સામાજિક પ્રસંગે ટોરડા મુકામે જઇ રહ્યો હતો તે સમયે ભેટાલી ગામના જોરાભાઈ ભમરાભાઈ, ગટુભાઈ ભમરાભાઈ, ગોવિંદભાઈ ગટુભાઈ, રાજુભાઇ જોરાભાઈ લોકોએ ઘાતકી હુમલો કર્યો હતો, સમગ્ર ઘટનાને લઇને ભિલોડા પોલિસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી, જોકે પોલિસ દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ભિલોડા પોલિસ હુમલાખોરોને છાવરી રહી હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત  થયેલા ચાર લોકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાય છે.

Advertisement

ફરિયાદ કરવા ગયેલા પરિવારજનને અંદર પૂરી દીધો !

Advertisement

ભોગ બનનાર પરિવારજનોનું કહેવું છે કે, ટોરડાથી સામાજિક પ્રસંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા, તે સમય દરમિયાન ભેટાલી નજીક ફરિયાદી પરિવારને ઊભો રાખીને ઢોર માર મારવામાં આવ્યો. હુમલાખોરો ધારિયા, તેમજ લોખંડની પાઈપ સાથે આવ્યા હતા અને ઘાતકી હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને ભોગ બનનાર લોકો ભિલોડા પોલિસ મથકે રજૂઆત કરવા માટે ગયા, જોકે પોલિસે ભોગ બનનારની વાત સાંભળવાને બદલે તેમને જ અંદર મુકી દીધાનો આક્ષેપ કર્યો છે. બપોરે ત્રણ કલાકે અંદર પૂરી રાત્રે 11 વાગ્યાના અરસામાં બહાર કાઢ્યો હોવાનું ભોગ બનાર પરિવારજનો જણાવી રહ્યા છે. એટલું જ નહીં આજદીન સુધી ભિલોડા પોલિસ ગરીબ પરિવારજનોની વ્યથા સાંભળવા તૈયાર નથી. પીડિત પરિવારજનોનું કહેવું છે કે, ભિલોડા પોલિસ તેમની એકેય વાત સાંભળવા તૈયાર નથી.

Advertisement

પીડિત પરિવાર રોતા-રોતા પોલિસને આજીજી કરે છે, પણ પોલિસ તંત્ર કંઇ સાંભળવા તૈયાર નથી

Advertisement

હવે અરવલ્લી જિલ્લાની ભિલોડા પોલિસ કોઇ પણ વ્યક્તિની ફરિયાદ નહીં સાંભળે તેવું ભોગ બનનારની વાત સાંભળીને લાગી રહ્યું છે. હવે સવાલ એ પણ થાય છે કે, અરવલ્લીની ભિલોડા પોલિસ શું ખરેખર પ્રજા માટે છે કે બુટલેગર અથવા તો આરોપીઓની ? ફરિયાદીની વાત સાંભળવામાં પોલિસને રસ ન હોય તો આવા અધિકારીઓનું કામ જ શું છે? આવા પોલિસ અધિકારીઓને રેંજ આઈ.જી. કડક કાર્યવાહી કરીને સબક શીખવે તે પણ જરૂરી છે. પ્રજા માટે પોલિસ હોય છે, પણ ભિલોડા પોલિસને હવે લાઈનો ચલાવવામાં રસ હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે, આ વચ્ચે આવા ગરીબ ફરિયાદીનું સંભળવા કોઇ જ તૈયાર નથી. માત્રને માત્ર ગુલાબી કાગળ બનાવવામાં જ ભિલોડા પોલિસ અને તેમના મળતિયાઓને રસ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આ બાબતે જિલ્લા પોલિસ વડાએ ધ્યાન આપવું જોઇએ નહીંતર પોલિસની કામગીરી પર સવાલો ઉઠશે અને બુટલેગરોને મોટા કરવામાં પોલિસ પર લાંછન ઉઠે તો પણ નવાઈ નહીં

Advertisement

એકવાર પીડિત પરિવારની વેદના સાંભળો, જરાં જુઓ કેવી રીતે બે હાથ જોડી મદદની ભીખ માંગે છે

Advertisement

હુમલાનો ભોગ બનેલ પીડિત પરિવાર બે હાથ જોડી કાર્યવાહી કરવાની ભીખ માંગી રહ્યો છે, પણ પોલિસને જરાય આ બાબતે ચિંતા ન હોય તેવું સ્પષ્ટ લારે છે. આવા અધિકારીઓ હોવા તે પણ હવે લોકો માટે પ્રશ્નાર્થ સાબિત થઇ રહ્યો છે કારણ કે પોલિસ છે તો પણ કાર્યવાહી નથી થતી તો આવા અધિકારીઓનું કામ શું છે. શું પોલિસ માલેતુજારો માટે છે કે શું તે પણ સવાલ છે. ગુલાબી નોટોની લ્હાયમાં પાપનો ઘડો ફૂટતા વાર નહીં લાગે સાહેબ, ગરીબ પરિવારની હાય ક્યારે આગળ નહીં લઇ જાય, જરા વિચારો.

Advertisement

પીડિત પરિવારની વ્યથા રેંજ આજી. અને જિલ્લા પોલિસ વડા સાંભળે. અશ્રુભિની આંખે મદદ માંગતો પીડિત પરિવાર,, સાંભળો..

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!