તાલુકા પંચાયત હોલમાં તમામ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી જમીન મેળવવા તજવીજ
વિજયનગર તાલુકા મથકે એસટી બસ ડેપોની ટલ્લે ચડેલી માંગણીને વાચા આપવા તાજેતરમાં પાલ ખાતે શહીદ વન પાસે સ્થાનિકોને સામુહિક ઉપવાસ આંદોલન બાદ આજરોજ આ વિસ્તારના ધારાસભ્ય સફાળા જગ્યા હતા અને તમામ આગેવાનો સાથે વિજયનગર તાલુકા પંચાયત હોલમાં બેઠક કરી અટવાયેલા એસટી ડેપોના પ્રશ્નને ઉકેલવા વાટાઘાટો કરી હતી.
વિજયનગરમાં લાખ પ્રયત્નો છતાં બસ ડેપો ન બનવાનું મુખ્ય કારણ આ માટે જરૂરી જમીન સંપાદનનો જ પ્રશ્ન હોઈ એ માટે શુ થઈ શકે એની ચર્ચા બેઠકનો મુખ્ય સુર હતો.ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીની આગેવાનીમાં આજે મળેલી આ બેઠકે વિજયનગરને કોઈપણ ભોગે એસટી ડેપો મળે એ દિશામાં આગળ વધવા નિર્ધાર કરવામાં આવ્યો હતો જેમાં વિજયનગરના તમામ રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ આ સંયુક્ત બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. સૌએ એકી અવાજે ડેપો માટે આગળ વધવા નક્કી કર્યું હતું.વિજયનગરમાં ક્યાં જગ્યા ઉપલબ્ધ થઈ શકે એમ છે એ માટે સ્થળ નિરીક્ષણ પણ સૌએ સાથે કરી તે બસ સર્વાનુમતે આ પ્રશ્ન ઉકેલવા પ્રયત્નશીલ રહેવા ચર્ચા કરવામા આવી હતી