અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓના આતંકથી ખેડૂતો અને પશુપાલકોમાં ભારે દહેશત ફેલાઈ છે મોડાસાના ગોખરવા પંથકમાં દીપડો સતત ત્રાટકી બાળ પશુઓને શિકાર બનાવતા પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ગોખરવા ગામને અડીને આવેલ ખેતરમાં બે પશુ બાળનું સમાયંતરે શિકાર કર્યા બાદ વધુ એક વાર દીપડો શિકાર રાત્રીના સુમારે ખેતરમાં ખૂંટે બાંધેલ પશુ બાળ પર ખેડૂતની આંખો સામે ત્રાટકતા ખેડૂતે જોરથી બૂમ પાડવાની સાથે ચિચિયારીઓ કરી મુકતા દીપડો શિકાર સ્થળ પર છોડી જંગલમાં પલાયન થયો હતો પશુબાળના ગળાના ભાગે ઈજાઓ થતા સારવાર કરાવી હતી વનવિભાગ તંત્ર દીપડાને પાંજરે પુરવામાં નિષ્ફળ રહેતો લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે
મોડાસા તાલુકાના ગોખરવા પંથકમાં છેલ્લા 4 માસથી દીપડાની દહેશત લોકોમાં ફફડાટ ફેલાયો છે ખોરાકની શોધમાં ફરતા દીપડા દ્વારા પશુ નો શિકાર કરવામાં આવવાની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે ગત રાત્રીના એક વાગ્યાના અરસામાં ગોખરવા ગામની સીમમાં આવેલા લવજીભાઈ વણકર ખેતરમાં રાત્રી વાસો કરી રહ્યા હતા તે દરમિયાન ખેતરમાં ત્રાટકેલા ખુંખાર દીપડાએ પશુ બાળ શિકાર માટે હુમલો કર્યો હતો,માત્ર થોડાક અંતરે પશુ પાલકે જોરથી બૂમ પાડવાની સાથે ચિચિયારીઓ કરતા આસપાસના લોકો દોડી આવતા દીપડાના મુખ માંથી પશુબાળને બચાવ્ય હતું જોકે દીપડાના હુમલાથી પશુબાળ ગળાના. ભાગે ઈજાઓ પહોંચી હતી ,વારંવાર બનતી ઘટનાને લઈ પંથકના લોકોએ ખુંખાર દીપડાને ઝડપી લેવા વન વિભાગ સામે માંગ કરી હતી