asd
27 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : પ્રેમીએ પ્રેમિકાને પામવા તેના પતિની હત્યા કરી, પ્રેમિકાના પતિની બાઈકને અડફેટે લઇ તેના પર કાર ચઢાવી મોતને ઘાટ ઉતાર્યો


રાજસ્થાનના યુવકે શામળાજી નજીક રામેડા ગામની પરણિત યુવતીને પ્રેમ માં ફસાવી ભગાડી ગયો હતો
મારી નહીં તો કોઈ ની નહીં થવા દઉં ધમકી આપ્યા પછી પ્રેમિકાના પતિ પર કાર ચઢાવી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર

અરવલ્લી જીલ્લામાં પરણિત મહિલાના અનૈતિક સંબધોની સજા મહિલાના પતિએ જીવ ગુમાવી ચૂકવવી પડી છે ભિલોડા તાલુકાના રામેડા ગામમાં પિયર ધરાવતી પરણિત યુવતીને રાજસ્થાનમાં રહેતા યુવકે યુવતી પિયરમાં આવતી ત્યારે બાઈક લઇ આંટાફેરા મારી એનકેન પ્રકારે પ્રેમમાં ફસાવી ભગાડી ગયા પછી પરત મૂકી ગયો હતો યુવતીના પતિ અને પરિવારજનોએ સમજાવતા યુવતીએ પ્રેમ પ્રકરણ પર પડદો પાડી દીધો હતો જો કે સનકી પ્રેમી પરણિત યુવતીને પ્રેમ સબંધ રાખવા મારી નહીં તો કોઈ ની નહીં થવા દઉં કહીં ધમકી આપ્યા બાદ યુવતિના પતિની બાઇકને રાવતાવાડા ગામ નજીક ઇકો કારથી ટક્કર મારી ઇકો કાર ચઢાવી દઈ હત્યા કરતા મહિલા સહીત પરિવારજનો ચોકી ઉઠ્યા હતા શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

ભિલોડાના ચુનાખણ ગામના પ્રકાશભાઈ માવજીભાઈ ડામોર સાથે રામેડા ગામની યુવતી સાથે લગ્ન થયા હતા અને પતિ-પત્નીનો સુખરૂપ સંસાર ચાલતો હતો પરણિત યુવતી પિયરમાં આવતી ત્યારે રાજસ્થાન વીંછીવાડાના ડેડલી ઉપલા ફલા ગામનો ઈશ્વર કાવજી તરાળ નામના યુવક બાઈક લઇ તેની આગળ પાછળ આંટા મારી પ્રેમમાં ફસાવી પાંચ મહિના અગાઉ ભગાડી ગયા પછી પરત મૂકી જતા પરિણતાના પતિ તેના પરિવારજનોએ અને યુવતીએ પિયરપક્ષના લોકોએ યુવતને સમજાવતા યુવતીએ પ્રેમ સબંધ તોડી નાખ્યો હતો પરંતુ સનકી પ્રેમી એક તરફી પ્રેમમાં પાગલ બની મહિલાને પ્રેમ સંબધ રાખવા ફોન કરી સતત દબાણ કરી ધમકીઓ આપવા છતાં પરણિત મહિલા ટસની મસ ન થતા પ્રેમાંધ યુવકે મહિલાને તું મારી નહીં થાય તો કોઈ ની નહીં થવા દઉં કહી પ્રેમ સબંધ રાખવા ધમકીઓ આપતો રહેતો હતો આખરે ઘાતકી બનેલા ઝનૂની પ્રેમીએ મહિલાના પતિનો ઇકો કારમાં પીછો કરી ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલ રાવતાવાડા ગામ નજીક અંતરિયાળ વિસ્તારમાં મહિલાના પતિની બાઇકને પાછળથી ટક્કર મારતા રોડ પર નીચે પટકાતા તેના પર ઇકો કાર રિવર્સ લઇ ચઢાવી દઈ હત્યા કરી નાખી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી યુવકની અકસ્માતમાં પ્રેમીએ હત્યા કરી નાંખતા પરિવારજનો દોડી આવી આક્રંદ કરી મૂક્યું હતું શામળાજી પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો

Advertisement

શામળાજી પોલીસે રામેડાના દિલીપભાઈ શકરાભાઈ નિનામાની ફરિયાદના આધારે ઈશ્વર કાવજી તરાળ (રહે,ડેડલી ઉપલા ફલા,વીંછીવાડા -રાજસ્થાન) નામના આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!