પવિત્ર યાત્રાધામમાં ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લાકક્ષાની ઉજવણી શામળાજી મંદિર પરિસર ખાતે કરવામાં આવી.
‘ગ્રીન અને ક્લીન ગુજરાત’ના લક્ષ્ય સાથે હરિયાળીને વ્યાપક બનાવવા અને ધરતીને વૃક્ષોથી આચ્છાદિત કરવાના સરકારના સતત પ્રયાસો
તા.૫મી જૂન- વિશ્વ પર્યાવરણ દિવસ.. નાના ફૂલ છોડ-વિશાળ વૃક્ષો, નાના ધોધ- વિશાળ નદીઓ, નાના કાંકરા-વિશાળ પર્વતો, જંતુઓ અને મનુષ્યો. નાના હોય કે મોટા.. પ્રકૃતિના તમામ તત્વોને નમન કરવાનો અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા, આદર વ્યક્ત કરવાનો દિવસ છે આજ..
જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિનની આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં શામળાજી મંદિર પરિસર ખાતે ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી અંતર્ગત શામળાજી સ્થિત શ્યામલ વન ખાતે ૫૦૦ છોડનું વૃક્ષારોપણ કરી કરવામાં આવી. આ સાથે જિલ્લામાં ઠેરઠેર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
આજના કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે પર્યાવરણની જાળવણી એ આપણી ફરજ છે. પ્રવાસન સ્થળોને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના છે. આ જવાબદારી ફકત તંત્રની નહિ પ્રવાસીઓની પણ છે. કોવિડની પરિસ્થિતિમાં ઓકસીજનની કિંમત આપણને સમજાઈ. આ પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે આપને વૃક્ષ વાવવા જોઇએ. એક વૃક્ષ પોતાના અંત સુધી લોકોને તમામ રીતે મદદરૂપ થઈ છે. આ વૃક્ષોથી આદીવાસી વિસ્તારમાં લોકોને પૂરક રોજગારી પણ મળી રહે છે. આ વૃક્ષો આપણા જિલ્લાને આયુર્વેદિક ઔષધોની ખાણ બનાવે છે. આપણે બાળકોને વૃક્ષારોપણ શીખવી એક પેઢીનું આયોજન કરી શકાય. વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તેમને લોકોને અપીલ કરી.
કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકએ જણાવ્યું કે સમાજના દરેક લોકો પર્યાવરણનું મહત્વ સમજે છે. આજના સમયમાં આપણે વૈશ્વિક ધોરણે કેટલાય પડકારો જોઈ રહ્યા છીએ. આ તમમનો ઉકેલ વૃક્ષારોપણ છે. રોજિંદા જીવનમાં કેવી રીતે પર્યાવરણને સાચવી શકાય તે આપણને આ મિશન લાઇફ અંતર્ગત શીખી શક્યા છે. આપણા જીવનની યાદગાર પળોની ઉજવણીમાં એક છોડ વાવવા પણ કલેકટરએ લોકોને અપીલ કરી.
કાર્યક્રમમાં પર્યાવરણનું મહત્વ લોકોને સમજાવતા ધારાસભ્ય પી. સી. બરંડાએ જણાવ્યું કે આજે વૈશ્વિક સ્તરે પર્યાવરણ દિનની ઉજવણી થઈ રહી છે. અરવલ્લી જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં પણ ભરપૂર લીલોતરી જોવા છે. આ લીલોતરી બચી રહેવાનું કારણ ઘરે ઘરે પહોંચેલા ગેસ સિલિન્ડર છે જેના કારણે વૃક્ષોની કપાઈ ઘટી છે. આ બદલ પ્રધાનમંત્રી નો હું આભાર માનું છું.
કાર્યક્રમમાં જિલ્લા વન અધિકારીએ આપેલી માહિતી મુજબ જિલ્લામાં ૧ મહિનાથી ચાલતા પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણની કામગીરી અંતર્ગત ૯૪૪ કિલો પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ યોજી લોકોને જાગૃત કરવા પ્રયત્નો કરાયા છે.
જો જિલ્લાનો દરેક નાગરિક સરકાર સાથે ખભે-ખભા મિલાવીને જીવંત નાના છોડના જવાબદાર અને સંવેદનશીલ રક્ષક બનવાના પડકારને સ્વીકારે તો આપણે સૌ હરિયાળીથી સમૃદ્ધ થઈ જઈશું. તેથી જ આજે આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યાં આસપાસની પ્રકૃત્તિ અને પર્યાવરણને માન આપવાની અને સાચવવાની પ્રતિજ્ઞા લઈએ. ચાલો, આપણે આપણા પર્યાવરણના દરેક તત્વને સલામ કરીએ, જે હંમેશા ધરતીનો ધબકાર ઝીલે છે.