asd
30 C
Ahmedabad
Thursday, October 3, 2024

#WorldEnvironmentDay : અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ અને 181 અભયમ ટીમ દ્વારા વૃક્ષારોપણ


 

Advertisement

પર્યાવરણની જાળવણી એ આપણી નૈતિક ફરજ છે.આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે. પ્રકૃતિ વિના જીવન શક્ય નથી.સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે. આ હેતુ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Advertisement

વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ તેમજ પોલીસ કર્મીઓ અને 181 અભયમ ટીમના કાઉન્સિલર ચેતનાબેન ચૌધરી અને તેમની ટીમ તેમજ મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર દ્વારા વિવિધ વૃક્ષો વાવી વૃક્ષારોપણ કર્યું હતું.તેમજ પોલીસ સ્ટેશન હરિયાળું બનાવવા સંકલ્પ કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!