asd
27 C
Ahmedabad
Tuesday, October 8, 2024

વિશ્વની સૌથી મોટી ગિરિ કંદરાઓએ લીલી ચાદરથી શણગાર કર્યો, આવા દ્રશ્યો કાયમી જોવા વૃક્ષારોપણ જરૂરી


વડાપ્રધાન એ વિશ્વને ચીંધેલા આ નવા સંકલ્પને આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂરા ઉત્સાહથી ઝુંબેશ સ્વરૂપે ઉપાડી લઇ રાજ્યમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે.

Advertisement

મનુષ્ય અને પર્યાવરણ ઊંડે ઊંડેથી પર્યાવરણ સાથે જોડાયેલા છે. પ્રકૃતિ વિના જીવનનું અસ્તિત્વ નથી. કુદરત સાથે સુમેળ જાળવવો એ તમામ મનુષ્ય માટે જરૂરી છે. આજે અરવલ્લી જિલ્લામાં વિસ્તરેલું જંગલ આજે પ્રકૃતિ સાથે વાર્તાલાપ કરવાનો અવસર આપે છે. અહીંયાના પ્રકૃતિ પ્રેમીઓ અને વિસ્તારમાં રહેતા વનવાસીઓ અને અન્ય લોકો અરવલ્લીની ગીરીમાળાઓથી પ્રભાવિત છે. વધતી વસ્તી સાથે, વિશ્વભરમાં પ્રદૂષણ પણ સતત વધી રહ્યું છે, અને પર્યાવરણને સ્વચ્છ રાખવું એક વિશાળ કાર્ય બની ગયું છે. લોકોને સારા ભવિષ્ય માટે પર્યાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી વચ્ચે ગુજરાતના જંગલ વિસ્તાર ધરાવતા જિલ્લાઓમાંનો એક જિલ્લો અરવલ્લી છે.

Advertisement

અરવલ્લી જિલ્લો મહદઅંશે ડુંગરાળ અને મેદાન પ્રદેશ ધરાવે છે. ડુંગરાળ પ્રદેશની ઊંચાઈ 300 થી 900 મીટર સુધીની છે. પર્વતોની હારમાળાઓમાંથી વહેતા સંખ્યાબંધ ઝરણા ઉપરાંત વાત્રક, મેશ્વો અને માઝમ વગેરે નદીઓ અરવલ્લીની પ્રજાને પોષણ પૂરું પાડે છે. અરવલ્લી ફોરેસ્ટ વિસ્તારમાં આઉટસાઇડ ફોરેસ્ટ વિસ્તારમાં અંદાજિત 4,21,834 વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જંગલ વિસ્તાર અંદર 5,43,613 વૃક્ષારોપણ અને જતન કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં રહેતા લોકો વનવિસ્તારથી પ્રભાવિત છે અને વન વિસ્તાર તેમને પોષણ પૂરું પાડે છે. અરવલ્લી જિલ્લામાં રહેતા આદિવાસીઓ માટે જંગલ હંમેશા મહત્વના રહ્યા છે. પ્રકૃતિની સાથે અને પ્રકૃતિમય બનીને રહેતા આદિવાસીઓ માટે જંગલ પૂજનીય છે. આદિવાસી વિસ્તારના જંગલોમાં અનેક એવા વૃક્ષો છે જેને દેવતા માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. જેમાં મહુડો, ખાખરો, નીલગીરી, લીમડો, આસોપાલવ, ગોરસ આમલી, આંબા, જાંબુ, આમળા, સરગવા, સાગ, વડલો, પીપળો જેવા અનેક વૃક્ષો જોવા મળે છે.

Advertisement

આદિવાસીઓ માટે મહુડો કલ્પવૃક્ષ 
અરવલ્લી નાયબ વનસંરક્ષક શ્રેયસ પટેલ સાથે વાતચીત કરતા મહુડા વિશે તેઓ જણાવે છે, અરવલ્લી જિલ્લામાં આદિવાસી સમાજની આસ્થા સાથે મહુડાનું મહત્વ જોડાયેલું છે. તેથી કટિંગ થવાના કિસ્સાઓ નહિવત બને છે. પર્વતીય વિસ્તારમાં ધીમી ગતિએ મહુડાનું ઝાડ ઉછરે છે. અને આદિવાસી સમાજ તેને કલ્પવૃક્ષ માને છે. અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં દર વર્ષે પાંચથી સાત હજાર જેટલા મહુડાના રોપાનો ઉછેર કરવામાં આવે છે. આદિવાસીઓની આસ્થાની સાથે જોડાયેલુ આ વૃક્ષ તેના ઉછેર અને તેના પ્રોટેક્શન માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સરળતા રહે છે.

Advertisement

આવનારી પેઢીઓ માટે આપણને મળેલ પર્યાવરણ વારસો એ જ રીતે જાળવવો અને તેઓ પણ શ્રેષ્ઠ અને નિરોગી જીવન જીવે એ આપણી જવાબદારી છે અને એ જ ઉત્તમ અને બહુમૂલ્ય ખજાનો વારસોને આપવો જરૂરી છે. આવો સાથે મળીને ધરતીને હરિયાળી બનાવીએ, આવનારી પેઢીને ભેંટ સ્વરૂપે પર્યાવરણની સુંદરતા આપીએ, આવો સાથે મળીને પર્યાવરણનું જતન કરીએ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!