અરવલ્લી SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે મોડાસા ટાઉન પોલીસ PI ડી.કે.વાઘેલા અને તેમની ટીમે રાજસ્થાન અને વડોદરાની પોલીસને હંફાવતાં મોડાસા શહેરના કેશરકુંજ ફ્લેટમાં રહેતા મહાઠગ રાજ કૌશિક પંડ્યાને દબોચી લીધો હતો રાજ કૌશિક પંડ્યા ચોરી સહીત છેતરપિંડીના ગંભીર પ્રકારના ગુન્હામાં છેલ્લા 7 મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ કેશરકુંજ ફ્લેટમાં રહેતો રાજ કૌશિક કુમાર પંડ્યાએ ડિસેમ્બર મહિનામાં વડોદરા એલમ્બિક કંપનીમાં રહેતા અનિતાબેન સંજયભાઈ શ્રીવાસ્તવની કાર ઝુમકાર એપ્લિકેશન પરથી જયાબેન હિતેન્દ્રભાઇ વ્યાસના નામથી બુક કરાવી તેમના આઈડી પ્રુફ આપી કાર માલિક પાસેથી કાર લઇ ગયા પછી પરત ન આપતા મહિલાએ ઝુમકારમાં ફરિયાદ કરી હતી કારમાં જીપીએસ લગાવેલ હોવાથી મહિલાના પતિએ લોકેશન ચેક કરતા અમદાવાદ મીઠાખળી બતાવતા ત્યાં પહોંચી તપાસ કરતા કાર મળી ન આવતા ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો તેમજ રાજ કૌશિક પંડ્યા સામે રાજસ્થાન ઉદેપુર શહેરના હિરણનગરી પોલીસ સ્ટેશનમાં પણ ચોરી અને છેતરપિંડીના ગુન્હા નોંધાયા હતા રાજ કૌશિક પંડ્યા સામે ત્રણ ગંભીર ગુન્હા નોંધાતા નાસતો ફરતો રહી વડોદરા અને રાજસ્થાન પોલીસને થાપ આપી રહ્યો હતો
મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ડી-સ્ટાફ ટીમને વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન અને રાજસ્થાન ઉદેપુરના હિરણનગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી અને છેતરપિંડીના ગંભીર પકારના ગુન્હા આચરનાર મહાઠગ રાજ કૌશિક પંડ્યા (રહે,ફ્લેટ નં-4, કેશરકુંજ,માલપુર રોડ. મોડાસા) તેના ઘરે હોવાની બાતમી મળતા તાબડતોડ ટાઉન પોલીસ કેશરકુંજ ફ્લેટમાં રાજ પંડ્યાના ઘરમાં ત્રાટકી ઉંઘતો ઝડપી લેતા રાજ કૌશિક કુમાર પંડ્યાના મોતિયા મરી ગયા હતા ટાઉન પોલીસે આરોપીની અટકાયત કરી ગોરવા પોલીસ સ્ટેશન અને ઉદેપુર હિરણનગરી પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી