અરવલ્લી જિલ્લામાં વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચાર આક્ષેપ તો થતા આવ્યા છે, એમાં કઈ નવાઈ નથી,પરંતુ અહીં કંઈક વાત છે,માસ્ટર માઈન્ડ જવાબદરે એપ્રોચ રોડ મંજુર થયો એ જગ્યા નહીં પણ,બીજે બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે વિવાદ સર્જતાં મામલો ઉચ્ય કક્ષા એ પહોંચો
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારના નવા પાણીબાર ગામે એપ્રોચ રોડ મંજુર થયેલ હતો તે રોડ નવા પાણીબાર ગામમાં નહિ પણ,નજીકના બીજા ગામમાં બનાવી દીધો હોવાના,આક્ષેપો સાથે વિવાદ સર્જાયો છે… ગ્રામજનોનું કહેવું છે કે, રોડ નવા પાણીબાર ગામની જગ્યાએ બનવો જોઈતો હતો ત્યાં બન્યો નથી અને વાંટા પાણીબારમાં બની ગયો છે, જો જગ્યાનો જોબ નંબર મળ્યો છે ત્યાં હજુ રોડ બન્યો નથી,,, ગ્રામજનોએ ભ્રષ્ટાચારનો પણ આરોપ અધિકારીઓ પર લગાવ્યો છે…
અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કેટલાય આવા કામો કરવામાં આવતા હોવાની હવે બૂ આવી રહી છે,, કેમ આવી રીતે અન્ય જગ્યાએ રોડ બનાવી દીધો તે પણ હવે એક સવાલ છે.. કારણ કે, નવા પાણીબાર ગામે રસ્તો બનાવવાનો હતો પણ વાંટા પાણીબાર ગામે રસ્તો બનાવી દેવાતા હવે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.. ગ્રામજનોનું કહેવું છે કે, કેટલીય વાર રજૂઆતો કરીને રસ્તો મંજૂર કરાવ્યો હતો પણ રસ્તો અન્ય જગ્યાએ બનાવી દીધો છે અને તેઓના ગામને રસ્તાથી વંચિત રાખી દેવાયો છે.
નવા પાણીબાર ગામે મંજૂર થયેલ રસ્તો અન્ય ગામે બની જતાં હવે વિવાદનો મધપૂડો છંછેડાયો છે અને ગ્રામજનો લડી લેવાના મૂડમાં હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.. ગ્રામજનોએ આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.. ત્યારે હવે સવાલ એ થાય છે કે, આરએન્ડબી વિભાગ દ્વારા કેમ આ પ્રકારે ભૂલ કરી દેવામાં આવી છે,, તે એક સવાલ છે…