43 C
Ahmedabad
Sunday, May 19, 2024

રિક્ષા ચાલક રોમિયાએ મુસાફર મહિલાની છેડતી કરતા મહિલાએ હિંમત દાખવી


વૃદ્ધ મહિલાની છેડતી કરનાર રોમિયોને કાયદાનું ભાન કરાવતી અરવલ્લી 181 મહિલા અભયમ ટીમ

Advertisement

અરવલ્લી જિલ્લામાં 181 મહિલા અભયમ ટીમ ઉપર પીડીતા બહેનનો કોલ આવ્યો હતો. જેમાં તેમણે જણાવેલ કે રિક્ષાવાળા ભાઈ દ્વારા તેમની છેડતી કરવામાં આવેલ છે. તે સમયે ફરજ પર હાજર 181 ટીમના કાઉન્સિલર મનીષાબેન મકવાણા અને તેમની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી પીડિતાનું કાઉન્સિલિંગ કર્યું જેથી કાઉન્સિલિંગ કરતા પીડિતાએ જણાવેલ કે તેઓ મોડાસાથી માલપુર જવા માટે મોડાસા ચોકડીથી રિક્ષામાં બેઠા હતા તે દરમિયાન સાકરીયાથી આગળ જતા રિક્ષાવાળા ભાઈએ બાથરૂમ જવાના બહાને રિક્ષા ખેતરમાં લઈ ગયા હતા. ત્યારે પીડિતાએ રિક્ષામાંથી ઉતરી બીજી સાઈડ ઊભા રહી ફોનમાં જોતા હતા તે દરમિયાન આ રોમિયોએ પાછળથી આવી પીડિત મહિલાનો ફોન હાથમાંથી લઈ લીધો છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

Advertisement

પીડિત મહિલાએ હિંમત રાખી તેના જોડેથી ફોન ખેંચી લઈ 181 પર જાણ કરી હતી, આથી 181 મહિલા અભયમ ટીમ તરત જ સ્થળ ઉપર જઈ રોમિયોને ધમકાવી પીડિત મહિલાની માફી મંગાવી અને વૃદ્ધાનું યોગ્ય કાઉન્સિલિંગ કર્યું હતું. ત્યારબાદ પીડિત મહિલાની અરજીને આધારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં રોમિયોને સોંપી દેવામાં આવ્યો જે હેઠળ આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!