મોડાસા શહેરમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી બેફામ ગતિએ દ્રિ-ચક્રી વાહનો હંકારી નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લેતા હોવાની એકલ-દોકલ ઘટનાઓ સતત બની રહી છે મોડાસા શહેરની કે.એન.શાહમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની બાઇકને એક્ટિવા ચાલકે ટક્કર મારતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું બાઇકને ટક્કર મારી ફરાર એક્ટિવા ચાલકની ટાઉન પોલીસે ઓળખ કરી લીધી હોવાની અને પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
મોડાસા શહેરની કે.એન.શાહ હાઈસ્કૂલમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો અને દેવરાજ સીટીમાં રહેતો જયપાલ મનહર ભાઈ ભગોરા અને તેનો મિત્ર સન્ની સરાણિયા શાળા છૂટ્યા બાદ ઘરે બાઈક પર નીકળ્યા હતા સ્કૂલથી થોડાક જ અંતરે માલપુર રોડ પર વિદ્યાર્થીના બાઇકને એક્ટિવા ચાલકે ધડાકાભેર ટક્કર મારી એક્ટિવા ચાલક રફુચક્કર થઇ ગયો હતો બાઈક પરથી પટકાતા જયપાલ ભગોરા ના શરીરે ગંભીર ઈજાઓ થતા મોતને ભેટ્યો હતો મોડાસા ટાઉન પોલીસે ફરાર અજાણ્યા એક્ટિવા ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી ફરાર એક્ટિવા ચાલક પોલીસના હાથવેંત માં હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી