37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ બુટલેગરોએ ભારે કરી 1.04 કરોડના કેમિકલને 18 લાખના દારૂ માટે દાવ પર...

બુટલેગરોએ ભારે કરી 1.04 કરોડના કેમિકલને 18 લાખના દારૂ માટે દાવ પર લગાવી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 1.35 કરોડનો જથ્થો ઝડપ્યો

0
217

ઇત્તેફાક રહ્યો છે હંમેશા સ્ટેટ મોનેટરીંગ સેલ વાહનોમાંથી દારૂ ઝડપેને ગણતરીના કલાકો સ્થાનિક પોલીસ વિદેશી દારૂની ખેપ નિષ્ફળ બનાવે

 

સ્ટેટ મોનેટરીંગ સેલે શામળાજી પોલીસને ઉંઘતી રાખી ભવાનપુર ગામ નજીક બે કારમાંથી ફિલ્મીઢબે પીછો કરી 2.42 લાખથી વધુનો શરાબ ઝડપી પાડતા શામળાજી પોલીસને રેલો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થતા શામળાજી પોલીસ સ્ટેશનના અધિકારીઓ હોફળા ફોફળા બન્યા છે શામળાજી પોલીસ એકાએક સતર્ક બની રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાં 1.04 કરોડનું કેમિકલ ભરેલ બેરેલની આડમાં સંતાડી ઘુસાડાતો 18.09 લાખના વિદેશી દારૂ સાથે બે બુટલેગરોને દબોચી લીધા હતા

શામળાજી પીએસઆઈ વી.વી.પટેલ અને તેમની ટીમે સ્ટેટ મોનેટરીંગ સેલે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતા બાતમીદારો સક્રિય કરવાની સાથે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ વાહનોનું ચેકીંગ હાથધર્યું હતું શુક્રવારે સાંજના સુમારે કેમિકલ બેરેલ ભરેલ ટ્રકની આડમાં લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘર કરી જવાનો હોવાની બાતમી મળતા શામળાજી પોલીસ સતર્ક બની બાતમી આધારીત ટ્રકને ઝડપી લીધી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર,શામળાજી પોલીસને બાતમી ચોક્કસ
હોવાથી ટ્રકમાં મોટી માત્રામાં કેમિકલ ભરેલ બેરેલ હટાવતા બેરેલ પાછળ સંતાડેલ વિદેશી દારૂ,ક્વાંટરીયા, બિયર ટીનની 360 પેટીમાં રહેલી દારૂની 11568 બોટલ, ટીન કીં.રૂ.1809460/- તથા ડ્રમમાં રહેલ કેમિકલની બિલ્ટી કીં.રૂ.10910931/- તેમજ ટ્રક,મોબાઈલ, રોકડ રકમ મળી રૃ.1.35 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના 1)આરીફખાન ખુર્શીદ અહેમદ મુસ્લિમ અને 2)મુકીમ હસન મોહમ્મદ મુસ્લિમને દબોચી બંને બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના રેવાડી બુટલેગર પ્રદીપ સૈની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!