સાકરીયા પ્રાથમિક શાળામાં ઉલ્ટા દ્રશ્યો વિદ્યાર્થીઓ નહીં શિક્ષકાઓ સફાઈ કામગીરી કરી ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે
Advertisement
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સફાઈ કામગીરી કરાવવામાં આવતી હોવાની ઘટનાઓ સતત બહાર આવતા અનેક વાર શિક્ષકો પર માછલાં ધોવાયા છે જયારે રાજ્યની અનેક પ્રાથમિક શાળામાં શિક્ષકો ખુદ સફાઈ કામગીરી કરી વિદ્યાર્થીઓને કોઈ પણ કાર્ય નાનું કે મોટું હોતું નથીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાની સાકરીયા પ્રાથમિક શાળામાં વેકેશન પૂર્ણ થતા શાળાઓ ખુલતા શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાઓ દ્વારા શાળા પરિસરમાં સફાઈ અભિયાન હાથધરતા શાળામાં અભ્યાસ કરતા બાળકો અને તેમના વાલીઓએ સરાહના કરી હતી
મોડાસા તાલુકાની સાકરીયા પ્રાથમિક શાળા અરવલ્લી જીલ્લામાં શિક્ષણક્ષેત્રે ખુબ જ નામના પ્રાપ્ત કરી છે ઉનાળુ વેકેશન પૂર્ણ થતા શાળાના કલાસરૂમ, મેદાન અને શાળા પરિસરમાં શિક્ષિકા બહેનોએ સફાઈ કામગીરી હાથધરી સરકારના સ્વચ્છતા અભિયાનને સાચા અર્થમાં સાબિત કરી રહ્યા છે શિક્ષકા બહેનોએ સફાઈ અભિયાન હાથધરતા વિદ્યાર્થીઓ સહીત તેમના માતા-પિતા પણ શિક્ષણની સાથે શ્રમદાનના ઉમદા કાર્યને વખાણ્યું હતું