અનગોઠેબલ હિંમતનગર ઇન્સ્ટાગ્રામ રીલ્સ પ્રકાશ ખત્રી લાખ્ખો ફોલવર્સ ધરાવે છે, હાઈસ્પીડ બાઈકના જોખમી સ્ટંટ કરવો ભારે પડ્યો
Advertisement
સોશ્યલ મીડિયામાં રીલ્સ કિંગ તરીકે જાણીતા પ્રકાશ ખત્રી (Prakash khatri) અને અન ગોઠેબલ (UNGOTHEBLE) શબ્દથી જાણીતો બન્યો છે પ્રકાશ ખત્રીએ ઇન્સ્ટાગ્રામ પર હાઈસ્પીડ સુઝુકી હાયબુઝા બાઈક પર લોકોની જીંદગી જોખમાય તેવા સ્ટંટ કરતો વિડીયો પોસ્ટ કરતા હિંમતનગરના એક જાગૃત નાગરિકે સાબરકાંઠા SP વિશાલ વાઘેલાને લેખિત રજુઆત કરતા પ્રકાશ ખત્રી સામે હિંમતનગર બી-ડિવિઝન પોલીસે મોંઘીદાટ બાઈક કબ્જે કરી પ્રકાશ ખત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બેરના રોડ પાસે આવેલા શ્રીનગર સોસાયટીમાં રહેતો પ્રકાશ ખત્રી નામનો ઈસમ પોતાની સ્ટાઇલિશ સુઝુકી હાયાબુજા મોટરસાયકલ પોતાને અલગ અંદાજમાં દેખાડવા માનવીય જીવન જોખમાય તેવી રીતે બેફામ પોતાનું મોટરસાયકલ ચલાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને તમામ પુરાવા આધારે જાગૃત નાગરિકે સાબરકાંઠા જિલ્લા પોલીસવડાને સંબોધીને લેખિત ફરિયાદ કરી હતી ત્યારે સોશિયલ મીડિયાના વિડીયોગ્રાફીના પુરાવા સાથે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકને ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કર્યો હતો હિંમતનગર બી ડિવિઝન પોલીસે સમાજમાં દાખલો બેસે તે રીતે પ્રકાશ ખત્રી નામના શખ્સ વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોતાને ઈન્સ્ટાગ્રામ કિંગ કહેવાતો પ્રકાશ ખત્રી હાલતો પોલીસે તેની સ્ટાઇલિશ મોટરસાયકલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે