38 C
Ahmedabad
Sunday, May 19, 2024

જે શાળામા અભ્યાસ કર્યો એ જ શાળામાં 4 યુવકોએ ધાડ પાડી : બાયડ પોલીસે લાલપુર પ્રા.શાળામાં ટાઇલ્સ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો


ગુજરાતમાં હવે ચોરો વિદ્યાના મંદિરમાં પણ ચોરી કરતા ખચકાતા નથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગેસની બોટલ અને મધ્યાહ્ન ભોજન સામગ્રીની ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાની મોટા લાલપુર ગામની પ્રાથમિક શાળાના નવીન બની રહેલા ઓરડામાંથી ટાઈલ્સની 79 પેટીની ચોરી થતા ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા હતા બાયડ પોલીસે ટાઇલ્સ ચોરી કરનાર ગામના જ ચાર યુવકોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો જે શાળામાં અભ્યાસ કર્યો તે જ શાળામાં ધાડ પાડનાર ચારે યુવકો સામે ગામલોકોએ ભારે ફિટકાર લગાવી હતી

Advertisement

બાયડ પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે મોટા લાલપુર ગામની પ્રાથમિક શાળાના નવનિર્માણ ઓરડામાં ફ્લોરિંગ માટે કોન્ટ્રાકટરે લાવી શાળાના રૂમમાં મૂકી રાખી હતી રૂમમાં મુકેલી 33 હજારની ટાઇલ્સની 79 પેટી ચોરી કરનાર 1)રમેશ ભલા તરાર,2)નરેશ ઉર્ફે ગિરીશ ભલા ખાંટ,3)અજય અરવિંદ ભોઈ અને 4)સૂરજ ઉર્ફે સુથયો જવરા ખાંટ નામના ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં બાતમીના આધારે દબોચી લઇ ચોરીનો મુદ્દામાલ રિકવર કરી ચોરીના ગુન્હામાં સામેલ બાયડ સીમલજના ગિરીશ ભવન ખાંટ નામના આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!