SP સંજય ખરાતે ઇસરી PSI દેસાઈ અને તેમની ટીમે કાર ચાલક યુવકને રોડ પર હૃદય રોગનો હુમલો આવતા CPR આપી જીંદગી બચાવતા સમગ્ર ટીમની સરહના કરી હતી
Advertisement
રાજ્યમાં વધતા હાર્ટ એટેકના બનાવો ઉપરાંત ગંભીર અકસ્માતો સહિત કોઈ પણ ગંભીર હોનારતમાં સૌથી પહેલા પોલીસ પહોચતી હોય છે. ત્યારે આવા સમયમાં હૃદય બંધ થઈ જવાના કિસ્સા વધુ પ્રમાણમાં બનતા હોય છે.ગુજરાત સરકારે ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ અને આઇએમએના સહયોગથી પોલીસને CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મીઓ પણ CPR ટ્રેનિંગથી સજ્જ બન્યા છે પોલીસતંત્રને આપેલ સીપીઆર ટ્રેનિંગથી ઇસરી PSI દેસાઈએ એક કાર ચાલક યુવકની જીંદગી બચાવી લીધી હતી
કહેવાય છે ને કે પોલિસ માત્ર કાયદા કાનૂન સાથે કામ કરે છે પણ આજના આ યુગમાં એવું નથી પોલીસ એક મિત્ર તેમજ માનવતા ના કામો માં પણ પોતાનો અમૂલ્ય ફાળો આપે છે અને એક માનવતા ના ઉત્તમ વ્યક્તિત્વ ને સાબિત કરતી ઇસરી PSI વી કે દેસાઈ અને તેમના સ્ટાફે કરેલ કામગીરીથી અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની કામગીરીની ભારે સરહના થઇ રહી છે
મેઘરજ તાલુકાના રેલ્લાંવાડા ગામના કલ્પેશભાઈ ધર્માભાઈ (મુન્નાભાઈ) પટેલ કારમાં તેમના પરિવાર સાથે મોડાસા કામકાજ અર્થે નીકળ્યા હતા ત્યારે વણીયાદ પુલ નજીક કાર ચાલક કલ્પેશભાઈને બેચેની થવાની સાથે છાતીમાં અસહ્ય દુઃખાવો થતા કાર રોડ પર ઉભી રાખી કાર માંથી બહાર નીકળતાની સાથે રોડ પર ઢળી પડતા કારમાં રહેલ પરિવાર ડરી ગયો હતો અને બચાવો….બચાવોની બૂમો પાડી રહ્યો હતો ત્યારે જાણે ભગવાને પરિવાર માટે દેવદૂત મોકલ્યો હોય તેમ ત્યાંથી પસાર થતા ઇસરી પીએસઆઇ અને તેમની ટીમની નજર પડતા પોલીસજીપ ઉભી રાખી બેશુદ્ધ યુવકને CPR આપવાનું ચાલુ કરતા હૃદય પુનઃ ધબકતું થતા અને શ્વસન પ્રક્રિયા શરૂ થતા બે ભાન બનેલ કલ્પેશભાઈમાં પ્રાણ પુરાતા ઉભા થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો આ દરમિયાન અન્ય કાર ચાલકો પણ એકઠા થતા તાબડતોડ યુવકને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો અરવલ્લી પોલીસને આપેલ સીપીઆર ટ્રેનિંગ કારગત નીવડતા યુવક અને તેના પરિવારજનોએ PSI દેસાઈ , સુરેશભાઈ અને હોમગાર્ડ કૌશિકભાઈ વાળંદ, આભાર માન્યો હતો આમ ઇસરી પી એસ આઈ વી એસ દેસાઈ ની માનવતા ને લીધે આજે એક વ્યક્તિ નો જીવ બચાવતા સમાજ અને પોલીસ વિભાગમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે