બિપોરજોય વાવાઝોડામાં બુટલેગરો બેફામ બની ગુજરાતની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ બિપોરજોયની આફત વચ્ચે પણ બુટલેગરો પર તવાઈ બોલાવી છે શામળાજી પોલીસે વધુ એક કારમાં વિદેશી દારૂની ખેપને નિષ્ફળ બનાવી 70 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો હતો બુટલેગર ઝાડી ઝાંખરામાં ફરાર થઇ ગયો હતો શામળાજી પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા
શામળાજી પોલીસે રથયાત્રાના પગલે રતનપુર ચેકપોસ્ટ સહીત અંતરિયાળ વિસ્તારમાં રાજસ્થાન સરહદને અડતા ગ્રામ્ય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથધર્યું છે કડવઠ પાટિયા નજીક દારૂ ભરેલી શંકાસ્પદ સેન્ટ્રો કાર પસાર થતા પાલ્લા નજીક રોડ બ્લોક કરતા કાર ચાલક બુટલેગરે અંતરિયાળ વિસ્તારમાં કાર હંકારી મુકતા પોલીસે પીછો કરતા બુટલેગર શામળાજીના મુખ્ય અને અંતરિયાળ વિસ્તારોથી અવગત હોય તેમ પોલીસને ભારે હંફાવી શામળાજી આશ્રમ ચોકડી પહોંચી કાર કટ પરથી દોડાવતા પાછળ પીસીઆરવેન અને પોલીસજીપે ફિલ્મીઢબે પીછો કરતા આખરે બુટલેગર શામળાજી નજીક કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે કારમાંથી વિદેશી દારૂ અને ક્વાંટરીયા નંગ-432 કીં.રૂ.70600/- તેમજ કાર મળી રૂ.1.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા