હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં ભારે પવન તેમજ વરસાદ ને કારણે મોડાસા પંથકમાં અનેક વૃક્ષ અને વીજ પોલ ધરાશાઈ થવાની ઘટના સામે આવી હતી જેમાં મોડાસા નગરના કોલેજ અને મેઘરજ રોડ પર વૃક્ષ ધરાશાઈ થયા હતા ઉપરાંત બાગેસ્વરી સોસાયટી વિસ્તારમાં વીજ પોલ અને વૃક્ષ ધરાશાઈ થયાં હતા જેમાં વૃક્ષ ધરાશાઈ થવાની ઘટનાથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી મોડાસા નગર પાલિકા ફાયર ટીમેં ઘટના સ્થળે પોહચી વૃક્ષ હટાવવા ની તજવીજ હાથ ધરી હતી
હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં ફરી એક વાર સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે જેમાં મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તાર ઇસરી રેલ્લાંવાડા જીતપુર સહીત મોડાસા, બાયડ, ભિલોડા તેમજ આજુબાજુ ના પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલીક જગ્યાએ વૃક્ષો તેમજ વીજ પોલ ધરાશય થવાની ઘટનાઓ સામે આવી હતી ફરી એક વાર હવામાન દ્વારા જે આગાહી કરવામાં આવી છે જેને લઇ કેટલાક અંશે ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી છે ભારે પવન તેમજ વરસાદ ને કારણે મોડાસા પંથકમાં અનેક વૃક્ષ અને વીજ પોલ પણ ધરાશાઈ થવાની ઘટના સામે આવી હતી