હાલ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરવામાં આવ્યો છે. જૂન મહિનો એટલે શાળા માં નવા વર્ષના શિક્ષણ કાર્ય નો પ્રારંભ નવા નાના બાળકો નો પ્રવેશ આ મહિનામાં સરકાર તેમજ સેવાકીય સંસ્થાઓ દ્વારા આંગણવાડી, બાલમંદિર, પ્રાથમિક શાળા મા બાળકો ને કુમકુમ તિલક કરી ખાસ કરીને કન્યા કેળવણી અનુક્રમે (બાળકીઓ) ને સ્કૂલ બેગ, નોટબુક,પેન, પેન્સિલ, વોટરબેગ, આપી પ્રોત્સાહિત કરી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજી બાળકો ને પ્રવેશ કરાવે છે.
આવો જ પ્રવેશોત્સવ કાર્યક્રમ મોડાસા ની સરકારી પ્રાથમિક શાળા નં – 3 મા જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા યોજાયો આ પ્રવેશોત્સવ મા બાળકો ને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ અને શિક્ષણ કીટ આપી પ્રોત્સાહિત કરી બાળકો (કુમાર-કન્યા) ઓને પ્રવેશ કરાવ્યો હતો આ પ્રવેશોત્સવ ની સ્કૂલ બેગ, શિક્ષણ કીટ ના દાતા જાયન્ટ્સ મોડાસા સહિયર ના મંત્રી જ્યોત્સનાબેન પ્રજાપતિ દ્વારા આપવામાં આવેલ આ પ્રવેશોત્સવ કાર્યક્રમ મા શાળા ના આચાર્ય હેતલબેન શાળા નો સ્ટાફ જાયન્ટ્સ મોડાસા સહિયર પ્રમુખ બકુલબેન વાઘેલા મંત્રી જ્યોત્સનાબેન પ્રજાપતિ,પ્રો.ચંદ્રીકાબેન દરજી સહિયર બહેનો હાજર રહ્યા હતા