વિજયનગર તાલુકામાં બિપરજૉય વવાઝોડાની અસર આજે ત્રીજા દિવસે ય પ્રભાવી રહેતાં વરસાદ ચાલુ રહ્યો હતો એ દરમિયાન આજે બપોરે વિજયનગર ખેરવાડા ટોલડુંગરી વચ્ચે વૃક્ષો ધરાશાયી
થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.અટવાયેલા
વાહન ચાલકોએ જાતે તૂટી પડેલાં ઝાડ આસપાસ ખસેડીને પોતાનું વાહન કાઢી આગળ જવા કોશિશ કરતાં જણાતાં હતાં. ઇડરને જોડતા વિજયનગર તાલુકામાં આવેલ આ રોડ ઉપર આખો રોડ
ઢંકાઈ જાય એમ ઝાડ પડી જતા મોટરકરો,જીપો, બસો,બાઇકો અને ટ્રકો સહિતના અન્ય મોટા વાહનોનો આ.સ્થળે જમેલો થઈ ગયો હતો.
Advertisement
Advertisement