આંબલીયારા પોલીસે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સના કર્મીઓની મદદથી પ્રસૂતા મહિલા અને નવજાત શિશુને સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડ્યા
Advertisementબિપોરજોયને પગલે સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સગર્ભા મહિલાઓની ચિંતા કરી 1152 મહિલાઓનું સ્થળાંતર કર્યું હતું
Advertisement
અરવલ્લી SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કડક અમલવારીના સાથે માનવીય અભિગમ દાખવી ખાખીની જનમાનસ પર રહેલી કડક છાપ દૂર કરી પોલીસ પ્રજાનો મિત્ર યુક્તિને સાચા અર્થમાં સાર્થક કરી રહી છે ત્યારે બાયડ તાલુકાના આંબલીયારા પોલીસને રાત્રી પેટ્રોલિંગ દરમિયાન રોડ પર પ્રસુતિની પીડાથી પીડાતી સગર્ભા મહિલાની પીડા કાને સંભળાતા તેની પાસે પહોંચી સ્થિતિનો તાગ મેળવી મહિલાની વ્હારે પહોંચી હતી મહિલાએ રોડ પર બાળકને જન્મ આપતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મહિલા અને બાળકને સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડી માનવતા મહેંકાવી હતી
આંબલીયારા PSI એસ.ડી.માળી અને તેમની ટીમે બિપોરજોય વાવાઝોડામાં રોડ પર પડેલ વૃક્ષો દૂર કરી લોક ઉપયોગી કામગીરી કરતા લોકોએ સરાહના કરી હતી ત્યારે આંબલીયારા પોલીસકર્મીઓએ વધુ એક વાર માનવતાની સુવાસ મહેકાવી છે આંબલીયારા પોલીસ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન લીંબ ગામ નજીક તેનપુર-રોઝડ રોડ પર વરસાદી માહોલમાં પ્રશુતાની પીડાથી કણસતી હાલતમાં બૂમો પાડતી જોવા મળતા પેટ્રોલિંગમાં રહેલ પોલીસકર્મીઓના દિલ દ્રવી ઉઠ્યા હતા મહિલાની સ્થિતિ ગંભીર જણાતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કરી મહિલાએ ખેતરમાં છુટક મજૂરી કરતી હોવાનું જણાવતા પોલીસે મહિલાના પરિવારને રોડ થી અંદરના ખેતરમાંથી શોધી કાઢી તેમને સ્થળ પર લઇ આવી હતી
108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ આવે તે પહેલા સગર્ભા મહિલાને બાળકને જન્મ આપતા પોલીસકર્મીઓએ હાશકારો અનુભવી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી નવજાત શિશુ અને તેની માતાને હૂંફ અને રક્ષણ આપી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ આવતા બંનેને સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડી માનવતા મહેકાવી હતી પોલીસ તંત્ર શ્રમિક સગર્ભા મહિલાની મદદે આવતા શ્રમિક મહિલા અને તેના પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો