અન્ય ગાડીની નંબર પ્લેટ લગાવેલ મારુતિ કારમાંથી દારૂ ને કાર સહિત ૩.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત
વિજયનગર તાલુકાના કાલવણ ચેકપોસ્ટ પાસેથી નંબર પ્લેટ બદલીને વિદેશી દારૂ ભરીને આવતી સેલેરિયો મારુતિ કારમાંથી રૂ.અર્ધો લાખ ઉપરાંતનો ૧૨૦ બોટલ વિદેશી દારૂ અને કાર સહિત ૩.૬૧ લાખનો મુદ્દામાલ કબજે લઈ આ કાર સાથેના બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે પ્રોહીબિશનના આ ગુનામાં કુલ ચાર પૈકી અન્ય બે આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વિજયનગરના ઇ.ચા.પો.સ.ઇ. એ.વી.જોશી એમના સ્ટાફ સાથે કાલવણ ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગમાં હતા એ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી સેલેરિયો મારુતિ કાર ઉભી રખાવી એમાં તલાશી લેતા
આ મારુતિ કારમાં અમદાવાદ પાસિંગની ફોર્ડ ફિસ્ટા ગાડીની નંબર પ્લેટ લગાવેલી હતી.આ મારુતિ કારમાંથી રૂ. ૫૪,૯૦૦/-નો ૧૦ પેટીમાં ભરેલો ૧૨૦ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ કાર સાથે મળી આવેલા બે આરોપીઓ મહેશ ઇન્દ્રપાલ વેદરામ રાઠોડ (રાજપુત) (.વ.૨૨ હાલ રહે,પ્રેસ્ટીઝ બંગ્લોઝ રૂમ નંબર–૧૮ ઘોડાસર વટવા તા.જિ..અમદાવાદ મુળ રહે-૨૬૪ મેનપુરી થાના કુરા તા.જી.મૈનપુરી ઉત્તરપ્રદેશ ) અને રવિન્દ્ર શાંતીલાલ અંબાવજી ગમાર (ઉ.વ.૨૦ રહે.આમલીયા(ફલાસીયા) તા.ઝાડોલ જિ.ઉદેપુર રાજસ્થાન)ની ધરપકડ કરી લેવામાં આવી છે.
જ્યારે પ્રોહી જથ્થો ભરી આપનાર- લાસીયા રાજસ્થાન ગામ નો વડેરાનામનો વ્યક્તિ અને
પ્રોહી. જથ્થો મંગાવનાર સહ આરોપી રાહુલ રહે.રંગોલીનગર, નારોલ અમદાવાદ નામના બે આરોપીઓ ઝડપવા વિજયનગર પોલીસે તજવીજ હાથ ધરી છે.
લલિત ડામોર