આજે ઓચિંતા વાવાઝોડાને કારણે વિજયનગર ભિલોડા રોડ ઉપર બિલાડીયા અને દંતોડ વચ્ચે પર બાવળનું ઝાડ ધરાશાયી થતા માર્ગ વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. વિજયનગર વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ ટીમ ઘટના સ્થળે દોડી આવી હાલ ડાળીઓ કાપી તૂટી પડેલા ઝાડને રસ્તામાંથી દુર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. ભારે જહેમત બાદ વન વિભાગના કર્મચારીઓએ રસ્તો ખુલ્લો કરીને વાહન વ્યવહાર રાબેતા મુજબ કાર્યરત કર્યો હતો.
Advertisement
Advertisement