વણજ,આંતરસુબા,અન્દ્રોખા,અભાપુર.સરસવ,ખોખરા,કેલાવા, નાલસેરી ગામોને વહીવટી તંત્રે સાવચેત કર્યા
Advertisement
લલીત ડામોર, વિજયનગર, તા.૧૮
વિજયનગર તાલુકામાં ભારે વરસાદની આગાહીને પગલે તેમજ ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતાઓને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા આગોતરા પગલાંમાં ભાગરૂપે આજરોજ હરણાવ કાંઠાના તમામ ગામોને એલર્ટ કરવામા આવ્યા છે પરંતુ જે ગામોમાં નદીના નીર પ્રવેશવાની શક્યતાઓ વધુ છે એવા ૨૦ જેટલા ગામોને ખાસ સાવચેત રહેવા અને જે તે જુદા જુદા વિભાગોને પણ ચાંપતી નજર રાખવા જણાવી દેવામાં આવ્યું છે.
તાલુકા મામલતદાર અને એમના ડિઝાસ્ટર વિભાગે ભારે વરસાદને લઈ ઉભી થનારી સંભવિત આપદા સામે સલામતીના પગલાં લેવા છેક ગ્રામ પંચાયત કક્ષા સુધી આ બાબતની ગંભીરતા ધ્યાને લેવા ને ગામોમે એલર્ટર રહેવા જણાવી દેવા સૂચનાઓ આપી દેવાઈ છે.
આ આપદા સામે સંપૂર્ણપણે સલામતીના પગલાં માટે મામલતદાર માતંગીકુમાર નિમાવત તથા કાંઠા વિસ્તારના ગામોના સરપંચો ..તલાટીઓ દ્વારા જે તે ગામોને એલર્ટ રહેવા ટીડીઓ એસ.પી.બોદર દ્વારા એમના તાલુકા પંચાયતના વહીવટી તંત્ર દ્વારા જણાવી દેવાયું છે. જેમાં ખાસ કરીનેવણજ, આંતરસુબા,અન્દ્રોખા,અભાપુર, સરસવ, ખોખરા, કેલાવા, નાલશેરી સહિતના 20 થી ગામો સહિત તાલુકાના કાંઠા વિસ્તારના તમામ ગામોને એલર્ટ રહેવા અને નદી કિનારે નહિ આવવા જે તે પંચાયતના તલાટી ઉપરાંત જુદા વિભાગો રોડ, વન વિભાગ, સિંચાઇ ડેમ અને વીજ વિભાગના અધિકારીઓમેં પણ સાવચેતીના ભાગરૂપે લોકોને સાવચેત કરવા સાથે જે તે વિભાગને એલર્ટ રહેવા અને પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા જણાવી દેવાયું છે.
દરમિયાન ડિઝાસ્ટર નાયબ મામલતદાર રવિન્દ્ર બારોટ સાથે થયેલી વાતચીત મુજબ સ્થાનિક ઉપરાંત ઉપરવાસમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શકયતાને પગલે વહીવટીતંત્ર દ્વારા સર્તક્તા દાખવવામાં આવી રહી છે . ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જિલ્લાના વિજયનગર ઉપરાંત પોશીના, ખેડબ્રહ્મા તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ભારે પુર આવવાની શકયતાને પગલે નદીકાંઠાના વિસ્તારથી દૂર રહેવા તેમજ કોઝ વે પરથી પસાર થવાનું ટાળવા જિલ્લા કલેક્ટર નૈમેષ દવેએ અપીલ કરી છે