અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક સતત વધી રહ્યો છે મોડાસા તાલુકાના દધાલિયા ગામ નજીક આવેલ ડુંગર પર દીપડાનો વસવાટ હોવાની લોકચર્ચા વચ્ચે દરબાર ગઢમાં તબેલામાં રાત્રીના સુમારે ત્રાટકી બાળ પશુને ઉઠાવી જતા લોકોએ દીપડાનો પીછો કરી હાકોટા કરતા દીપડો બાળ પશુને ડુંગર પર મૂકી ફરાર થઇ જતા બાળ પશુનો આબાદ બચાવ થયો હતો બાળ પશુને ગળાના ભાગે ઈજાઓ થતા પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવી હતી વનવિભાગ તંત્રને જાણ કરતા સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી દધાલિયા પંથકમાં દીપડાએ બાળ પશુને શિકાર બનાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે
મોડાસા તાલુકાના દધાલિયા ગામમાં દરબારગઢ વિસ્તારમાં પશુપાલકે રહેણાંક મકાન આગળ બનાવેલ તબેલામાં રાત્રીના સુમારે દીપડો ત્રાટકી બાળ પશુને શિકાર બનાવી ઉઠાવી જતા બાળ પશુ સહીત અન્ય પશુઓ ભાંભરી ઉઠતા પશુ પાલક સહીત આજુબાજુમાં રહેતા લોકો ઉંઘમાંથી ઉઠી ગયા હતા અને દીપડાને બાળ પશુ ડુંગર તરફ ખેંચી જતો જોવા મળતા પશુપાલક સહીત ગામલોકોએ દીપડાનો હાકોટા પાડી પીછો કરતા દીપડો બાળ પશુને ડુંગર નજીક જંગલમાં છોડી નાસી છૂટતા લોકોની હિંમતના પગલે બાળ પશુનો આબાદ બચાવ થયો હતો
દધાલિયા પંથકમાં દીપડો ત્રાટકતા પશુપાલકો,ખેડૂતો સહીત ગામલોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે દધાલિયા સહીત આજુબાજુના પંથકમાં અનેક રહેણાંક વિસ્તાર ડુંગરની તળેટીમાં આવેલા હોવાથી દીપડા ની દહેશતથી લોકો રીતસર ફફડી ઉઠ્યા છે અને દીપડાને તાત્કાલિક ધોરણે પાંજરે પુરવામા આવેની માંગ પ્રબળ બની છે