21 જૂન સમગ્ર વિશ્વ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામા આવે છે. અરવલ્લી જીલ્લા મા પણ આજરોજ વિવિધ સ્કૂલો સંસ્થાઓ દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવામા આવી હતી. મોડાસાની ઇંગ્લીશ મીડીયમ સ્કુલ બી.કનઈ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય,શિક્ષકો સ્ટાફ મિત્રોઅને વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો
યોગના પ્રશિક્ષક દ્વારા તમામ યોગાસનો બાળકો ને શીખવાડવામાં આવ્યા હતા અને બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને યોગથી થતા ફાયદાઓ પણ સમજાવવામાં આવ્યા હતા. યોગ એ હજારો વર્ષોથી ભારતીયોની જીવનશૈલીનો એક ભાગ છે. યોગ એ ભારતનો વારસો છે. વિશ્વના ઘણા ભાગોમાં તેનો પ્રચાર કરવામાં આવ્યો છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રના આ નિર્ણય પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેનો દુનિયાભરમાં ઝડપથી પ્રચાર-પ્રસાર થશે. યોગ દિવસ નિમિત્તે ભારત સહિત દુનિયાભરના ઘણા દેશોમાં યોગ અને યોગાસન સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.