જયેન્દ્ર કુમાર અમૃતલાલ મકવાણા ને યોગ સેવા દ્વારા ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ યોગ સેવાનો એવોર્ડ તથા આંતરરાષ્ટ્રીય યોગા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવા વિશેષ સન્માન કરવામાં આવ્યું
“સેવા પરમો ધર્મ ” જેને સેવા નો ભેખ ધારણ કર્યો છે તેવા અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મહિયાપુર ગામના વતની જયેન્દ્રકુમાર અમૃતલાલ મકવાણા છેલ્લા 17 વર્ષથી મોડાસાને પોતાને કર્મભૂમિ ગણી અરવલ્લી જિલ્લામાં અવિરતપણે સેવાઓ કરી રહ્યા છે અરવલ્લી જિલ્લાની વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે રહી સેવાઓ પૂરી પાડી છે. જ્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કોવિડ ૧૯ તે પોતે પોઝિટિવ દર્દીના ઘરે ઘરે જઈ યોગ કરાવ્યા છે. તથા લોકડાઉનમાં તેમનાથી બનતી સેવાઓ લોકો સુધી પહોંચાડવા ખૂબ જ પ્રયત્ન કરેલ છે જયેન્દ્ર મકવાણા ના સેવાકીય કાર્યોને ધ્યાનમાં લઇ 2022 માં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મહામાહિમ રાજ્યપાલ દેવ વ્રત તેમને સન્માન પત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ અગાઉ વિવિધ સંસ્થાઓએ તેમને સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.
૨૧ જુન 2023 નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાજ્યકક્ષાની ઉજવણી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા અને ગૃહ અને રમતગમત મંત્રી માનનીય હર્ષદભાઈ સંઘવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં વાય જંકશન સુરત ખાતે એક સાથે 1,50,000 નાગરિકોએ યોગા અભ્યાસમાં જોડાઈને ગીનિસ વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના જયેન્દ્ર મકવાણા એ પણ આંતરરાષ્ટ્રીય યોગા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવીને પણ વિશ્વ વિક્રમ સર્જ્યો છે. અને યોગ સેવામાં વિશિષ્ટ યોગ સેવા એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું અને આ ઉપરાંત માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 31 હજાર રૂપિયાનો ચેક આપી તેમનું વિશેષ સન્માન કર્યું હતું…