અરવલ્લી જીલ્લાની રાજસ્થાન સરહદને અડીને સીમલવાડા ના સરથુના પાસે ડમ્પર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક સવાર ત્રણે યુવકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યાં મોત નિપજતા ભારે કરુણતીકા સર્જાઈ હતી અકસ્માતના પગલે મૃતક યુવકોની માતાએ ભારે આક્રંદ સાથે કલ્પાંત કરી મુકતા સ્થળ પર હાજર લોકો અને રાજસ્થાન પોલીસ હૃદય પણ દ્રવી ઉઠ્યા હતા અકસ્માતમાં ત્રણ મૃતક યુવકો મેઘરજ પંથકના હોવાની માહિતી વહેતી થતા મેઘરજ પંથકના લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા ત્રણે કમનસીબ મૃતકો પંચમહાલ લંભુ ગામના હોવાની માહિતી રાજસ્થાન પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી
મેઘરજ તાલુકાના કાલીયાકુવા બોર્ડર નજીક રાજ્સ્થાનના સરથુના ગામ નજીક ડમ્પર સાથે બાઈકની ધધકાભેર ટક્કર થતા બાઈક સવાર ત્રણે યુવકના માથાના ભાગના ફુરચેફુરચા નીકળી ગયા હતા સ્થળ પર લોહીની નદીઓ વહેતા અક્સ્માતના સ્થળે પહોંચેલા લોકો રોડ પરના દ્રશ્યો જોઈ આવાક બની ગયા હતા અકસ્માતની ઘટનાની જાણ રાજસ્થાન પોલીસને થતા તાબડતોડ સ્થળ પર પહોંચી ત્રણે મૃતક યુવકોની લાશને પીએમ માટે ખસેડવા તજવીજ હાથધરી હતી મૃતક યુવકના પરિવારજનો અકસ્માત સ્થળ પર પહોચી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી