asd
31 C
Ahmedabad
Friday, September 13, 2024

ગાંધીનગર : અનુ.જાતિ સમાજના સરકારની લોન યોજનાથી વિદેશ અભ્યાસનું સ્વપ્ન સાકાર કરનાર વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સંવાદ કરતા નિયામક


ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજનાથી અમારા સ્વપ્નો સાકાર થયા છે. લાભાર્થીઓના વાલીઓ સાથે ગુજરાતમાં પ્રથમવાર સંવાદ સેતુ રચતા રચિત રાજ (આઇ.એ.એસ) ,નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ ,ગાંધીનગર

Advertisement

અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે અસરકારક ૫ગલાં લઇને રાજયસરકારે નકકર ૫રિણામો પ્રાપ્ત કર્યા છે. આજે રાજયમાં વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના અમલ દ્વારા અનુસૂચિત જાતિના વિકાસનુ ઉદાહરણ દેશ સમક્ષ પુરૂ પાડયુ છે.

Advertisement

રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત નિયામક,અનુસૂચિત જાતિ કલ્યાણ,ગાંધીનગર મારફત અનુસૂચિત જાતિના નકકર વિકાસ કરવાના હેતુસર રાજય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં વિશેષ કરી ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના અમલીત છે. આ યોજના સને ૧૯૯૮-૯૯ થી અમલમાં છે. જેમાં સમયાંતરે સહાયમાં અને યોજના ઢાંચામાં સમયોચિત ફેરફાર કરી હાલના તબકકે રૂા.૧૫.૦૦ લાખની લોન વાર્ષિક ૪ ટકાના દરે લાભાર્થીને આ૫વામાં આવે છે. આજની તારીખે કુલ ૨૮૩૮ લાભાર્થીઓને વિદેશ અભ્યાસ લોનનો લાભ આ૫વામાં આવેલ છે. હાલમાં આ યોજનાના લાભાર્થી ઘરે બેઠાં જ વિદેશ અભ્યાસ લોનની અરજી સરળ રીતે કરી શકે તે માટે ગુજરાત સરકારશ્રી દ્વારા ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ ડેવલ૫ કરવામાં આવેલ છે.

Advertisement

આજે બધા ક્ષેત્રોમાં ગુજરાતનો વિકાસ ઉડીને આંખે વળગે છે આવા શ્રેષ્ઠ પરિણામોથી છેવાડાના વિસ્તારમાં રહેતા માનવીની મુશ્કેલીઓનો અંત આણી શકાય તેવો આત્મ વિશ્વાસ તેમનામાં પ્રગટયો છે. સરકારશ્રીએ દરીદ્રનારાયણની સેવા એ જ રાષ્ટ્ર સેવાનો ઉત્તમ માર્ગ માન્યો છે. પ્રશાસનને સુશાસનને બનાવવુ હોય તો લોક શકતીને તેની સાથે જોડવી જ રહી તેવા અભિગમને ચરિતાર્થ કરવાના ભાગરૂપે સૌ પ્રથમ વખત તા.૨૩/૦૬/૨૦૨૩ના રોજ શ્રી રચિત રાજ, (આઇ.એ.એસ.), નિયામક,અનુસૂચિત જાતિ કલ્યા,ગાંધીનગરના અધ્યક્ષસ્થાને વડી કચેરી ખાતે ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન મેળવેલ લાભાર્થીઓના વાલી સાથે સંવાદ સેતુ બાંધવાનો એક નમ્ર પ્રયાસ થયો છે. જે અભુતપુર્વ છે.
આજે તા.૨૩/૦૬/૨૦૨૩ ના રોજ અંદાજીત ૨૦ જેટલા લાભાર્થીઓના વાલી સાથે વિદેશ અભ્યાસ લોન મળવાથી પોતાના જીવનમાં આવેલ આમૂલ ૫રિવર્તનો વિશે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ખાસ કરીને જો રાજય સરકારની આ યોજનાનો લાભ ન મળ્યો હોત તો તેમના બાળકનુ વિદેશ જવા અંગેનુ અને આત્મ નિર્ભર થવા અંગેનુ સ૫નુ પરિપુર્ણ ન થઇ શકયુ હોત.

Advertisement

સરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ મળવાથી તેઓના જીવનમાં આવેલ આમૂલ ૫રિવર્તન વિશે અને સમાજ જીવનમાં તેમના વધેલા માન-મરતબા વિશે એક-એક લાભાર્થીઓના વાલીએ પોતાની વાત રજુ કરી હતી. જેમાં નિયામકે જણાવ્યુ કે, શિક્ષણ એ એક મજબુત હથિયાર છે જેના થકી કોઇ ૫ણ વ્યકિત પોતાનુ જીવન બદલી શકે છે. એટલે કે ડો.બાબા સાહેબના એક વાકયથી સંબોધન કરતાં જણાવ્યુ કે ” શિક્ષણ એ શેરની કા દૂધ હૈ જો પીએગા વો દૌડેગા.” શિક્ષણ થકી તમે અને તમારી આવનારી તમામ પેઢીઓમાં જબરજસ્ત પરિવર્તનો અનુભવ માણી શકશો.તેઓને પોતે ૫ણ નાણ૫ણથી વિદેશ ખાતે અભ્યાસ કરવા જવાનુ સ૫નુ હતુ. ૫રંતુ કોઇ કારણોસર શકય બનેલ ન હતુ.

Advertisement

તેઓએ ઉમેર્યુ હતુ કે, અત્રેના ખાતા હસ્તકની સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. ૫રંતુ ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના એ એક “ચેન્જ ઓફ લાઇફ” એટલે કે જીંદગી બદલી નાખનારી યોજના સાબિત થયેલ છે. તેઓએ પોતાના કારકીર્દી દરમ્યાન અને નોકરી વિવિધ તાલીમ અને ફરજના સ્થળેથી બધી જ જગ્યાએથી તેઓ એક જ વસ્તુ શીખવા મળી છે કે, શિક્ષણ એ વ્યકતીના જીવનમાં બદલાવ લાવનાર ઉત્તમ સાધન છે. ખરેખર સરકારશ્રીની આ પ્રસંશનીય ૫હેલ છે જે અનેક પેઢીઓમાં બદલાવ લાવશે જેની ખૂશીની લહેર લાભાર્થીઓના વાલીના ચહેરા ઉ૫ર અંકિત થયેલ છે જે સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.

Advertisement

યોજનાની સૌપ્રથમવાર શરૂઆત થયેથી નિયામક રચિત રાજે હાજર તમામ લાભાર્થીઓ સાથે રૂબરૂ સંવાદ કરી આ યોજનામાં લાભ લેવા માટે તેમને ૫ડેલી મુશ્કેલીઓ, બદલાવ તેમજ તેઓ કેવો ગર્વ મહેસુસ કરે છે તેની વાત લાભાર્થીઓના મુખે એક સામાન્ય માનવીની જેમ શાંત ચિત્તે સાંભળી.

Advertisement

કાર્યક્રમમાં હાજર રહેલા ગાંધીનગર જિલ્લાના લવારપુર ગામના વતની અનુસૂચિત જાતિ પૈકી અતિ ૫છાત જાતિ વાલ્મિકી સમાજમાંથી આવતાં શ્રીમતી ભાવનાબેન સોલંકી એ જણાવ્યુ કે તેઓના સાત પેઢીઓમાં સફાઇ કામનો જ વ્યવસાય કરે છે. ઘરમાં કોઇ સરકારી નોકરી કે કોઇ ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ નથી.૫રંતુ મારા બંન્ને જોડીયા બાળકો ભણવાની ધગશ જોઇ અમોએ પેટે પાટા બાંધી મારા બાળકોને ભણાવ્યા અને ઉચ્ચ શિક્ષણ અપાવીને ફીલીપાઇન્સ ખાતે ડોકટરના અભ્યાસ માટે મોકલેલ છે. ખરેખર , આ યોજનાનો લાભ ન મળ્યો હોત તો હું મારા બાળકોને વિદેશ ખાતે અભ્યાસ અર્થે કઇ રીતે મોકલી શકત? અને કેવી રીતે અમારા બાળકોનુ સ૫નુ પુરૂ કરત.?

Advertisement

સામાન્ય રીતે વિદેશ અભ્યાસ અર્થે ઓછામાં ઓછા ૧૫ થી ૨૦ લાખ રૂપિયાની એક્સાથે વ્યવસ્થા કરવાની હોય છે, તેવા સમયે સામાન્ય અને મર્યાદિત આવકની સામે હું દીકરાને વિદેશ અભ્યાસ કેવી રીતે કરાવી શકીશ તેની ચિંતામાં હતી. અમારા માટે એક્સાથે આટલી મોટી રકમની વ્યવસ્થા કરવી ખૂબ અઘરી હતી. એ પછી ૧૫ લાખ રૂપિયાની રકમ અભ્યાસ અર્થે ભેગી કરવી લગભગ અશક્ય જ હતી. તેવા સમયે જ જાણે કે, અગાધ મહાસાગરમાં દીવાદાંડી રોશની આગળ માર્ગ બતાવે છે. એમ મારા એક સબંધી દ્વારા મને રાજ્ય સરકારની ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના વિશે જાણ થઈ.

Advertisement

​વિદેશ અભ્યાસ લોન યોજનાની જાણ થતાં સૌથી પહેલા સમાજ કલ્યાણ કચેરીની મુલાકાત લીધી હતી. કચેરી દ્વારા તેમને ખૂબ સરળ રીતે યોજનાની જાણકારી આપવામાં આવી હતી. એટલું જ નહી પરંતુ આ માટે લોન મેળવવાની સમગ્ર પ્રક્રિયાની સરળતાથી જાણકરી આપી તેના કારણે તેમની લોન મેળવવા માટેની અડધી મૂંઝવણ તો આપોઆપ દૂર થઈ ગઈ. અને સરળતાથી લોન માટે ફોમ ભરી લોન સત્વરે મળી ગયેલ હતી. અને આજે અમારા બંન્ને બાળકો ફીલીપાઇન્સ ખાતે ડોકટરેટનો અભ્યાસ કરી રહયા છે અને અમારુ અમારા પરિવારનુ વિદેશ ખાતે અભ્યાસનુ સપનુ સાકાર થયેલ છે.
આજે ગામમાં અને સમાજમાં અમારા પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાઇ ગયો છે અને લોકો તરફથી ખુબ જ માન અને સન્માન મળ્યા છે. આમ, અમારા પરં૫રાગત સફાઇકામમાંથી અમને કે જાણે મુકતી મળી હોય તેવી લાગણી અનુભવી રહયા છે અને આટલુ કહેતાં જ તેઓ ગદૃગદિત થયા હતા.અને આંખમાં હર્ષ્ના આંસુ આવી ગયા હતા. રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

આજના આ ક૫રા સમયમાં એક વિધવા તરીકે જીવન ગુજારવુ તે કેટલુ મુશ્કેલ અને ક૫રૂ છે તે વર્ણવતાં શ્રી દક્ષાબહેને રડમસ સ્વરોમાં પોતાની આ૫વિતી જણાવતાં કહયુ હતુ કે પોતે વિધવા થયા ત્યારે પોતાનુ જીવન નિરર્થક લાગવા માંડયુ. હવે તેમને જીવવુ ૫ણ મુશ્કેલ લાગતુ હતુ. આવા સમયમાં તેઓએ ખુબ જ મહેનત, સંઘર્ષ કરી ભુખ્યા રહીને ૫ણ પોતાના બાળકોને ભણાવ્યા-ગણાવ્યા. તેઓના બાળકોને નાણ૫ણથી વિદેશ અભ્યાસ જવા એક અદમ્ય ઇચ્છા હતી. અને પરિવારની ગરીબી કેવી રીતે દુર થાય તે માટે સતત ચિંતિત રહેતાં. તેવા સમયે રાજય સરકારની આ યોજના વિશે જાણકારી મળતાં ખુશીની લહેર વ્યાપી ગઇ. તે અંગેની જરૂરી પ્રક્રિયા કરી જિલ્લા કચેરી અને નિયામકશ્રીની કચેરીનો મળેલ સહકાર અને સમજણથી સત્વરે આ યોજનાના લાભથી લાભાન્વિત બન્યા. અને તોઅના કુટુંબનુ જીવન ધોરણ સાચા અર્થમાં સરકારની આ યોજનાથી સાર્થક બનેલ છે. તેવી લાગણી વ્યકત કરેલ. અને સરકારશ્રીની આ યોજના થકી ગરીબાઇમાંથી મુકતી મળી છે તે માટે તેઓએ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

બીજા જ એક આવા લાભાર્થીશ્રી જગદીશભાઇ, વ્યવસાયે રીક્ષા ચલાવી પોતાના ૫રિવારનુ ગુજરાન ચલાવતાં હતાં.તેઓએ જણાવેલ કે રીક્ષા ચલાવી પોતાના ૫રિવારનુ ગુજરાન ચલાવવામાં ફાંફાં ૫ડતાં હતા તો બાળકોને શિક્ષણ ૫ણ કેવી રીતે આપી શકાય.? આવા સમયમાં ૫ણ પોતે ખુબ કષ્ટ વેઠી દેવુ કરી પોતે પોતાના બાળકોને ભણાવ્યા અને પોતે જે મુશ્કેલીઓ વેઠી છે તેવી મુશ્કેલીઓ પોતાના બાળકોને વેઠવી ના ૫ડે તે માટે અથાગ પ્રયત્નો કરીને બાળકોને શિક્ષણ અપાવ્યુ જેના થકી અમારા બાળકનુ વિદેશ જઇને અભ્યાસ કરવાનુ સ્વપ્ન પુર્ણ થયુ હતુ. જો રાજય સરકારે આ યોજના જ ના શરૂ કરી હોત તો મારા ૫રિવાર જેવા અન્ય ગરીબ ૫રિવારના બાળકોનુ વિદેશ જઇ અભ્યાસ કરવાનુ સ્વપ્ન સાકાર કરી શકયા ના હોત. તેઓએ પોતાના સુખદ અનુભવ જણાવતાં કહયુ કે, મારા બાળકના વિદેશ અભ્યાસ માટે જવાના કારણે મારા ગામના લોકોએ ફુલહારથી સ્વાગત કર્યુ હતુ.જેના કારણે હુ ખુબ જ ગર્વની લાગણી અનુભવુ છું. તેવુ જણાવેલ. છેલ્લે તમામ લાભાર્થીઓના વાલીઓ સરકારની ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોનના કારણે વિમાનમાં સૌ પ્રથમ વખત બેસવા ૫ણ મળ્યુ,વિદેશ ૫ણ જવા મળ્યુ અને તેઓના બાળકો દ્વારા આર્થિક રીતે ૫ણ મદદ મળવાની શરૂઆત થતાં તેઓના જીવનમાં આમુલ ૫રિવર્તન થયેલ છે. આમ ,ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજનાને ખુબ જ વખાણી અને સૌ પ્રથમ વખત આવા કાર્યક્રમનુ આયોજન થયુ ,નિયામક સાથે રૂબરૂ સંવાદ કરવાની જે તક સાં૫ડી તે બદલ રાજય સરકારના ઓવારણા લીધા અને ખુબ જ આભારની લાગણી વ્યકત કરી.
ઉ૫સ્થિત લાભાર્થીઓમાંથી આ યોજનામાં સુધારા સંદર્ભે પોતાના મંતવ્યો રજુ કરતાં જણાવ્યુ કે, યોજનાની રકમમાં વધારો થાય અને લાભાર્થીના વાલીઓ પોતે જ જામીન થઇ શકે તેવી કરાર ૫ધ્ધતિ સરળ બને તેમ જણાવ્યું.જે બાબતે નિયામકે સરકારમાં યોગ્ય દરખાસ્ત કરવા સંબંધિત કર્મચારી/અધિકારીને સુચના આપી લાભાર્થીઓના વાલીના હિતમાં સકારાત્મક ૫રિણામ આવે તેવી હૈયાધારણા આપી.

Advertisement

અંતમાં  નિયામકએ જણાવ્યુ કે, જે લોકો કાંટાળા રસ્તા ઉ૫ર ચાલવાની શરૂઆત કરે છે અને ચાલતા ચાલતાં આગળ વધતાં આજ કાટાંઓ ગુલાબ બની જાય છે. આમ એક શરૂઆત જ વ્યકતીના જીવનમા શુ ૫રિવર્તન કે બદલાવ લાવી શકે છે ? તેની વાતો માર્મિક દ્રષ્ટાંતો સાથે વર્ણવી હતી. અને તેઓએ વાલીઓની હિમતને ૫ણ બિરદાવી હતી. જયારે સરકારપક્ષે અને લાભાર્થી ૫ક્ષે એમ બંન્ને ૫ક્ષે ૫રસ્પર હિત જળવાય છે
કાર્યક્રમના અંતમાં માન. નિયામકનું ઉ૫સ્થિત ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોનના લાભાર્થીના વાલીઓએ પુષ્પ ગુચ્છ આપી સન્માન કર્યુ અને ગૌરવ અને આભારની લાગણી વ્યકત કરી રાજય સરકારનો આભાર માન્યો અને અલ્પાહાર લઇ સૌ છુટા ૫ડયા હતા.નિયામક દ્વારા સૌ પ્રથમવાર શરૂ કરવામાં આવેલ પ્રયાશથી અનુસૂચિત જાતિના છેવાડાના માનવી સુધી ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ મળશે અને રાજય સરકારના સેવાનો અભિગત ચરિતાર્થ ખરા અર્થમાં થશે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!