બાયડ તાલુકાના ડેમાઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા આકોડિયા ગામે શાળાના જુના ઓરડા જર્જરીત હાલતમાં હોઈ વિધ્યાર્થીઓના માથે જોખમ તોળાઈ રહ્યું છે. જેથી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી તેને તોડવાની મંજુરી મળી ગયેલ છે.
આકોડિયા ગામે ધોરણ ૧ થી ૫ ની પ્રાથમિક શાળામાં કુલ ૫૫ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળાના જુના ઓરડા જર્જરીત હાલતમાં હોઈ વિધ્યાર્થીઓને હાલ એસ એમ સી અધ્યક્ષના ઘેર બેસી ભણવા મજબુર થવું પડ્યું છે.
આકોડિયા શાળાના નવિન ઓરડા બનાવવા બાબતે આકોડિયાના ગ્રામજનોએ ધારાસભ્યને રજુઆત કરતાં ધારાસભ્ય ધવલસિહે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને પત્ર લખીને આકોડિયા પ્રાથમિક શાળા માટે નવિન બે ઓરડા અગ્રતાના ધોરણે મંજુર કરી આપવા માંગ કરી છે.