અરવલ્લી જિલ્લા મોડાસાના ગઢા ગામની તન્વી દિકરાની જવાબદારી નિભાવે છે. મમ્મી- પપ્પા, બહેનને ભાઈ ન હોવાનો અહેસાસ કયારે થવા નથી દીધો – ખેતી થી માંડી દરેક ક્ષેત્રે દિકરાને શરમાવે તેવું કામ કરે છે.
અરવલ્લી જિલ્લાના મોડાસાના ગઢા ગામની તન્વી પટેલ એ દિકરી એટલે સાપનો ભારો કહેવત ને ખોટી પાડી દિકરી એટલે તુલસીનો ક્યારો એ કહેવતને સાચી સાબિત કરી છે . કોઈપણ પરીવારમાં જયારે એક દિકરી દિકરા તરીકેની સંપુર્ણ જવાબદારી નિભાવતી હોય છે ત્યારે સાચા અર્થમાં દિકરી પણ પરીવારની કુળદિપક બની શકે છે તે સમગ્ર સમાજને તન્વી પટેલે બતાવ્યું છે.
તત્ત્વિ પટેલ હાલ એમ.એલ.ટી નો અભ્યાસ કરી ખાનગી નોકરી કરે છે,, પણ હાલ મગફળીની વાવાણીની કામગીરી ચાલે છે, ત્યારે પપ્પાની મદદ માટે આવી ગઈ છે… તન્વી ખેતીનું કોઈપણ કામ કરવાની ક્ષમતા ધરાવે છે…
બાળપણ થી જ તન્વી પોતાના પરીવાર સાથે ખેતર સહિતના કામમાં મદદ કરવા લાગી હતી અને જેમ દિકરો બાપ નો સાથી બની કામ કરતો હોય છે તે રીતે તન્વી પણ દિવસ રાત ઠંડી , ગરમી કે વરસાદ જોયા વગર તેના પપ્પા સાથે ખેતરમાં ટ્રેક્ટર લઈને ખેતી કામ કરવા અડીખમ ઉભી રહી ખેતી કામ કરતી હોય છે. પરીવારમાં દિકરાના ખભા પર આવતી તમામ જવાબદારીઓને તન્વિએ સંપુર્ણ પણે સ્વિકારીને દિલ થી દરેક કાર્યોને હિંમતપુર્વક પાર પાડી દરેક સમાજની દિકરીઓને એક સંદેશ આપ્યો છે કે દિકરી પણ દિકરા સમોવડી બની શકે છે.