ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આકાશે કાળા ડિબાંગ વાદળો છવાયાની સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલ્ટો આવ્યો છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે મોડાસાના બાજકોટ માર્કેટયાર્ડ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા મોડાસા-શામળાજી હાઇવે પર પાણી ફરી વળ્યું હતું
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં રવિવારે સવારથી આકાશમાં ઘનઘોર વાદળો ધસી આવતા મેઘરાજા મહેરબાન થાય તેની આતુરતા પૂર્વક પ્રજાજનો રાહ જોઈ રહ્યા છે ત્યારે મોડાસા નજીક બાજકોટ માર્કેટયાર્ડ પંથકમાં બપોરના સુમારે કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ ખાબકતા મોડાસા-શામળાજી હાઇવે પર પાણી ભરાતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અટવાયા હતા બાજકોટ માર્કેટયાર્ડ પંથકમાં મેઘરાજા એ ધબધબાટી બોલાવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા મેઘમહેર થતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરતા અસહ્ય બફારા અને ઉકળાટ થી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
અરવલ્લી જીલ્લામાં અનેક વિસ્તારો હજુ કોરાધોકાર રહ્યા છે બિપોરજોય વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ પડતાં ધરતી પુત્રોએ અખાત્રીજનું વાવણીનું મુહુર્ત પણ સાચવી લીધું છે. જો કે હવે ખેડૂતો કાગડોળે ચોમાસાના આગમનની સાથે મેહુલિયો મન મૂકીને વરશે તેની રાહ જોઈ રહ્યા છે