ગુજરાતના ખૂણેખૂણા સુધી પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે નર્મદા જળસ્તર કલ્પસર યોજના થકી ગામડે ગામડે પાણી રાજ્ય સરકાર પહોંચાડવા કટિબદ્ધ બની છે રાજ્ય સરકારના સિંચાઈ અને નર્મદા જળ સ્તર કલ્પસર વિભાગ દ્વારા 90 કરોડના ખર્ચે નર્મદા નદીની મુખ્ય કેનાલમાંથી જાલમપુર પંપિંગ સ્ટેશન અને ત્યાંથી પાઇપ લાઇન દ્વારા વાત્રક ડેમમાં પાણી લાવવા માટેની યોજના અમલી બનાવી હતી. ઘણા સમયથી આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોની પણ માગ હતી. ત્યારે સરકારની આ યોજના દ્વારા બાયડના જાલમપુરથી પાઇપલાઇન દ્વારા માલપુરના ભેમપોડા ખાતે આવેલા વાત્રક ડેમમાં પાણી પહોંચતા ખેડૂતો અને પ્રજાજનોમાં આનંદ છવાયો હતો
અરવલ્લી જીલ્લાના વાત્રક ડેમમાં નર્મદાનું પાણી ઠલવાતા ખેડૂતો અને લોકોમાં આનંદ છવાયો છે ખેડુતોને સિંચાઇનું પાણી મળી રહે અને ચર તાલુકામાં પાણી પુરવઠા જૂથ યોજના દ્વારા પાણી ફિલ્ટર કરીને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે જાલમપુર પમ્પીંગ સ્ટેશનથી વાત્રક ડેમ સુધી 19 કિમિ પાઈપલાઈન 13 મહિનાના ટૂંકા ગાળામાં નાખી પાણી ઠાલવવામાં આવ્યું હતું ઉનાળાના સમયે અને ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે ડેમના લેવલ પણ ઘટી જતાં હોય છે. આવા સમયે નર્મદાના નીર વાત્રક ડેમમાં નાખવામાં આવતા ખેડૂતો અને પશુપાલકોને સીધો ફાયદો થશે. તેમજ આમ જનતાને પણ પીવાનું પાણી છૂટથી મળી રહેશે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા બોર કુવાના સ્તર પણ ઊંચા આવશે. ત્યારે આ સમગ્ર ખુશી સાથે ગ્રામજનોએ નર્મદાના નીરના વધામણાં કર્યા હતા